મુંબઈ રાજકોટની લાઈટમાં ટેકનિકલ ખામી લેન્ડિંગ ન થતાં ૧૬૦ પેસેન્જર્સને રઝળપાળ

  • October 03, 2023 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એક વખત એર ઇન્ડિયાની લાઈટમાં ટેકનિકલ કારણસર મુંબઈથી રાજકોટના આવતા પેસેન્જરો એ ટર્મિનલ બિલ્ડીંગ માં હલ્લાબોલ કયુ હતું.
આ અંગેની વિગત મુજબ હજુ એક સાહ પહેલા જ રાજકોટ મુંબઈની લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેવટે એ લાઈટ કેન્સલ કરવી પડી હતી ગત ૨૪મી સપ્ટેમ્બરે આ ઘટના બની હતી અને જેના લીધે મુસાફરોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. મોટાભાગના મુસાફરોની ઇન્ટરનેશનલ કનેકિટવિટી ખોવાઈ ગઈ હતી.

એ વાતને એક અઠવાડિયું પણ નથી થયું ત્યાં આજે ફરીથી એર ઇન્ડિયાની લાઈટ જે સવારે ૮:૪૫ મિનિટે મુંબઈથી રાજકોટ આવે છે તેમાં કોઈપણ ટેકનીકલ કારણ આવી જતા આ લખાય છે ત્યાં સુધી હજુ આ લાઈટ ન આવતા પેસેન્જર સવારથી ગરમીમાં પરેશાન થઈ ગયા હતા. કલાકો સુધી લાઈટ ના આવતા ૧૬૦ જેટલા પેસેન્જરને રઝડવાનો વારો આવ્યો છે. આ બાબતે જાણવા મળ્યા મુજબ મુંબઈથી જ એર ઇન્ડિયાના આ એરક્રાટ માં કોઈ ટેકનીકલ ક્ષતિ સર્જાય છે. બપોર પછી મુંબઈથી રાજકોટ આવવા માટે આ લાઈટ રવાના થઈ હતી એટલે સવારની લાઈટના પેસેન્જર સાંજની લાઈટમાં ટેક ઓફ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application