રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા વાર્ષિક .૪૧૦ કરોડની મિલકત વેરા વસૂલાતનો લયાંક પૂર્ણ કરવા માટે આજે હાથ ધરાયેલી રિકવરી ડ્રાઈવ અંતર્ગત ૧૫૦ ફટ રીંગ રોડ ઉપર ધ સ્પાયર કોમ્પ્લેકસ, ચૌધરી હાઇસ્કુલ ચોક નજીક આવેલા ઉમેશ કોમ્પલેક્ષ તેમજ કાલાવડ રોડ ઉપર આવેલ ચિત્રકૂટ ધામ સોસાયટીમાં આવેલા નવકાર એપાર્ટમેન્ટ સહિતના સ્થળોએ દુકાનો અને ઓફિસો સહિત કુલ ૧૬ મિલકતો સીલ કરી ૪૧ લાખની રિકવરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કાલાવડ રોડ ઉપર વોર્ડ નં.૧૦માં આવેલા જલારામ યોત એપાર્ટમેન્ટમાં ત્રણ દુકાનો સીલ કરાઈ હતી. યારે સોની બજારમાં મિલકતવેરાના ભાગીદારોની મિલકતો સીલ થાય તે પૂર્વે જ તેમણે પૂરેપૂરી રકમનો વેરો ચૂકતે કરી દીધો હતો.
ઉપરોકત કાર્યવાહી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના સ્ટાફ દ્રારા કરવામાં આવી હતી. દરમિયાન આજે બપોરે આ લખાય છે ત્યારે પણ રિકવરી ડ્રાઈવ અને સીલીંગ ઝુંબેશ ચાલુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુર્શિદાબાદ હિંસા પર TMC ધારાસભ્યએ કહ્યું- રમખાણો માટે મોદી, યોગી અને શાહ જવાબદાર
April 13, 2025 05:31 PMઅવકાશમાંથી આવુ દેખાય છે ભારત, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પોસ્ટ વાયરલ
April 13, 2025 05:20 PMગર્લફ્રેન્ડ ગૌરી સાથે ચીનમાં જોવા મળ્યો આમિર ખાન, જુઓ વિડિયો
April 13, 2025 04:41 PMઆંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 8 લોકોના મોત
April 13, 2025 04:25 PMયુક્રેનના સુમીમાં રશિયાનો વિનાશક હુમલો, બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી, 21 લોકોના મોત
April 13, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech