ગઈકાલે ક્વેટાથી પેશાવર જઈ રહેલી 'જાફર એક્સપ્રેસ'ના અપહરણ બાદ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભયનો માહોલ છે. બલોચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ બોલાન પાસના દહાદર વિસ્તારમાં ટ્રેન પર ગોળીબાર કર્યો અને તેનો કબજો મેળવી લીધો. પાકિસ્તાની સેનાએ બંધકોને બચાવવા માટે કાર્યવાહી ચાલુ છે પરંતુ 21 કલાક પછી પણ, બધા બંધકોને હજુ સુધી બચાવી શકાયા નથી. આ હુમલાને અંજામ આપનાર બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી સામે પાકિસ્તાની સૈન્ય જાણે લાચાર દેખાઈ રહ્યું છે. આમ છતાં પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે તેમણે 155 બંધકોને છોડાવી લીધા છે જયારે બીએલએના ૨૭ સૈનિકોને ઠાર કર્યા છે. જયારે બીએલએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે પાકિસ્તાનના ૩૦ સૈનિકોને ઠાર કર્યા છે. બીએલએ દ્વારા હવે ચીન અને પાકિસ્તાનને સીધી ધમકી આપી દેવામાં આવી છે કે ચીન અને પાકિસ્તાનના લોકો તેમના જીવ બચાવવા માગતા હોય તો બલૂચિસ્તાન છોડીને જતા રહે.
જીવ બચાવવા હોય તો બલુચિસ્તાન છોડી દો: ચીન અને પાકિસ્તાનને ધમકી
બીએલએએ એક નિવેદન બહાર પાડીને ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તમારે તમારા જીવ બચાવવા હોય તો બલુચિસ્તાન છોડી દો. બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. 1948થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનમાં નવ કોચ છે જેમાં લગભગ ૩00 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં નોંધપાત્ર સંખ્યામાં લશ્કરી અને ગુપ્ત એજન્ટોનો સમાવેશ થાય છે. પેશાવર જતી ટ્રેન સુરંગમાં પ્રવેશતાની સાથે જ તેના પર ઓચિંતો હુમલો કરી રહેલા બલૂચ બળવાખોરોએ હુમલો કર્યો. તાજેતરના સમાચાર મુજબ, અત્યાર સુધીમાં 104 બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલા લોકોમાં 58 થી વધુ પુરુષો, 31થી વધુ મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે.
સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાના ઓપરેશનને કારણે આતંકવાદીઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. બીએલએ બળવાખોરોએ મશ્કાફ ટનલમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું. આ ટનલ ક્વેટાથી ૧૫૭ કિલોમીટર દૂર છે. આ ટનલ જે વિસ્તારમાં આવેલી છે તે અત્યંત ખડકાળ ડુંગરાળ વિસ્તાર છે, જેની નજીકનું સ્ટેશન પહાડો કુનરી છે.
બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે બીએલએ આતંકવાદીઓએ પેહરા કુનરી અને ગડલર વચ્ચે ગોળીબાર કરીને જાફર એક્સપ્રેસ ટ્રેન પર કબજો કર્યો હતો. ટ્રેન ટનલ નંબર 8 માં રોકાઈ ગઈ.
તેમણે માહિતી આપી કે અપહરણ કરાયેલી ટ્રેન હાલમાં બોલાન પાસ પર ઉભી છે. આ આખો વિસ્તાર ટેકરીઓ અને સુરંગોથી ઘેરાયેલો છે, જેના કારણે અહીં મોબાઇલ નેટવર્ક નથી. જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે આ બધા પડકારો છતાં, સેનાનું મનોબળ અકબંધ છે.
ઉલ્લેખનીય છે કે બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. ૧૯૪૮થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલુચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અમે ટનલને સંપૂર્ણપણે ઘેરી લીધી છે - પાકિસ્તાની સેના
પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએલએ લડવૈયાઓએ અંધારાનો લાભ લીધો અને ભાગી જવા માટે નાના જૂથો બનાવ્યા પરંતુ સુરક્ષા દળોએ ટનલને ઘેરી લીધી છે અને બધા મુસાફરોને ટૂંક સમયમાં બચાવી લેવામાં આવશે.
મજીદ ફિદાયીન બ્રિગેડ, ફતહ સ્ક્વોડ અને ઝીરબ યુનિટે પાકિસ્તાની સેનાની ઊંઘ ઉડાડી બે સગા ભાઈઓ મજીદ સિનિયર, મજીદ જુનિયર. બંને બલૂચ રાષ્ટ્રવાદની આગમાં સળગી રહ્યા છે. આઝાદ દેશનું સ્વપ્ન સાથે. આ બંને આ હેતુ માટે પોતાનું બલિદાન આપે છે. પરંતુ આ બે ભાઈઓના બલિદાન અલગ બલુચિસ્તાનની માંગ માટે બળતણ તરીકે કામ કરે છે. પછી, પાકિસ્તાની સેનાનો સામનો કરવા માટે, બલુચિસ્તાનની ધરતી પરથી ભયાનક આત્મઘાતી ટુકડી માજીદ બ્રિગેડ બહાર આવી. આ એ જ બ્રિગેડ છે જેણે ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસનું હાઇજેક કર્યું હતું.
તમામ મુસાફરોને મુક્ત ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે- પાકિસ્તાની અધિકારી
એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે બીએલએ લડવૈયાઓ સામે કાર્યવાહી ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તમામ બંધક મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં ન આવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લડવૈયાઓ કેટલાક મુસાફરોને પહાડી વિસ્તારોમાં લઈ ગયા, જ્યાં સુરક્ષા દળોએ અંધારામાં તેમનો પીછો કર્યો અને કેટલાક મુસાફરોને તેમના ચુંગાલમાંથી બચાવી લેવામાં આવ્યા.
યુએન દ્વારા ટ્રેન અપહરણની ઘટનાની નિંદા
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પાકિસ્તાન ટ્રેન અપહરણની કડક નિંદા કરી છે. યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે મહાસચિવે બલોચ લિબરેશન આર્મીને બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અપીલ કરી છે.
બીએલએ પાસે લગભગ 3,000 સૈનિકો
તેલ અને ખનિજોથી સમૃદ્ધ બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. અહીંના મોટાભાગના લોકો બલૂચ છે, જેઓ કહે છે કે તેઓ પાકિસ્તાન સરકાર દ્વારા ભેદભાવ અને શોષણનો સામનો કરે છે. પાકિસ્તાની અધિકારીઓનો અંદાજ છે કે બીએલએ પાસે લગભગ 3,000 સૈનિકો છે. બીએલએ સતત પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવે છે. તેણે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ કરતા નાગરિકો તેમજ ચીની નાગરિકો પર હુમલો કર્યો છે.
ટ્રેન હાઇજેક પાછળનો માસ્ટરમાઇન્ડ અફઘાનિસ્તાનમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન હાઇજેક કરનારા આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડના સંપર્કમાં છે. તેઓએ મહિલાઓ અને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા અને બંને બાજુથી ગોળીબાર ચાલુ કર્યો હતો.
પાકિસ્તાની સેનાએ બંધકોને છોડાવ્યા નથી અમે જ મુક્ત કર્યા: બીએલએ
બીએલએએ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ બંધકોને છોડાવ્યા નથી પરંતુ અમે જ મહિલાઓ, બાળકો અને બલૂચ નાગરિકોને મુક્ત કર્યા છે. જ્યારે પાકિસ્તાની સેના, પોલીસ, આઇએસઆઇ અને એટીએફના સૈનિકો સહિત 200 લોકો હજુ પણ બંધક બનાવવામાં આવેલા છે. એટલું જ નહીં, બીએલએએ ફરી એકવાર ધમકી આપી છે કે જો સેના આ ઓપરેશનમાં ભાગ લેશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે. આ મૃત્યુ માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે.
બીએલએની માગ શું છે?
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. 1948થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીએલએબલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરે છે. બીએલએની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. બીએલએ તેનો વિરોધ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્ની બન્યા કેનેડાના 24મા વડાપ્રધાન
March 14, 2025 11:37 PMઇરાકમાં ખૂંખાર આતંકવાદી ઠાર, ઇરાકના પ્રધાનમંત્રીએ IS અબુ ખદીજાના મોતની કરી પુષ્ટિ
March 14, 2025 11:35 PMUS Car Accident: ટેક્સાસના ઓસ્ટિનમાં ભયાનક માર્ગ અકસ્માત, 5ના મોત, 11 ઘાયલ
March 14, 2025 11:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech