આખરે ગુજરાતના ચર્ચાસ્પદ બનેલા લાડાણી અને ઓર્બીટ ગ્રુપની ૧૫૦૦ પાનાની કરચોરીની કુંડળી તૈયાર થઈ હોવાનું અને છેલ્લા પાંચ વર્ષના ચોપડા ઇન્કમટેકસ વિભાગ ખોલશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પ્રા વિગત મુજબ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્રારા આ ગ્રુપનો એપ્રેઝલ રિપોર્ટ તૈયાર થઈને સેન્ટ્રલ સુધી પહોંચી ગયો છે. સામાન્ય રીતે રિપોર્ટ બનતા છ મહિનાથી વધુ નો સમય લાગે છે પરંતુ આ કેસની તપાસ કરતા અધિકારીઓના ટૂંક સમયમાં ટ્રાન્સફર અને પ્રમોશન આવી રહ્યા હોવાથી તાત્કાલિક ધોરણે લાડાણી અને ઓરબીટ ગ્રુપનો એપ્રેઝલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટના આધારે આવકવેરા વિભાગ જયાં દરોડા પડા હતા તે બિલ્ડરો અને તેના ભાગીદારો સાથે છેલ્લા પાંચ વર્ષના હિસાબ કિતાબોની ઝીણામાં ઝીણી તપાસ કરી તેના મૂળિયાં સુધી પહોંચશે અને આ ગ્રુપ સાથે બિન હિસાબી વ્યવહારો કરનારાઓની કુંડળી ખોલશે.એમ કહી શકાય કે,જેમાં અનેક માથાઓને ત્યાં તપાસની તલવાર લટકશે.
નવા વરસની શઆતમાં જ ૨૭ ફેબ્રુઆરીએ આવકવેરા વિભાગ દ્રારા રાજકોટના ટોચના ગણાતા લાડાણી અને ઓરબીટ ગ્રુપ સહિત ૩૦ જેટલી જગ્યા પર દરોડા પાડા હતા. આ દરોડામાં ૫૦૦ કરોડથી વધુ ના કાળાનાણાંના વ્યવહારોનો પર્દાફાશ થયો હતો. ઇન્કમટેકસ વિભાગના આ મેગા સર્ચ ઓપરેશનમાં કલ્પના કરતા પણ વધુ કર ચોરીના હિસાબો આવકવેરાના હાથમાં આવ્યા હતા. જેમાં ૨૦ જેટલા લોકર જેને સિઝ કર્યા હતા એમાંથી પણ ત્રણ કરોડથી વધુની રોકડ રકમ ઉપરાંત લેપટોપ, પેન ડ્રાઈવ સહિતનો ડિજિટલ ડેટા પણ ટીમના હાથે લાગ્યો હતો.
ઓપરેશન પૂંરૂ થઈ ગયા બાદ ગણતરીના દિવસોમાં જ યુનિવર્સિટી રોડ પર લાડાણી ગ્રુપ દ્રારા જે ઝુંપડપટ્ટી ભાડે રાખીને કાળું નાણું છુપાવ્યું હતું તેનો પણ પર્દાફાશ થયો હતો. દરોડા ની કલચોરી છુપાવવાની સ્ટાઇલ ફિલ્મ સ્ટોરી ને પણ ટક્કર મારે તેવી હતી યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલ કચેરી પાસે જે મ ભાડે રાખી હતી ત્યાંથી રોકડ અને અન્ય ઢગલાબધં દર્શાવેલો મળ્યા હતા એક તબક્કે પોલીસની મદદથી આવકવેરા વિભાગે ૪૩૦ થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. આ મોડસ ઓપરેન્ડી ઇન્કમટેકસ વિભાગ એ પ્રથમ વખત અપનાવી હતી અને તેમાં ઐતિહાસિક સફળતા હાથ લાગી હતી
મિલકતમાં રોકાણ કરનાર સુધી આવી શકે છે રેલો
ડિપાર્ટમેન્ટ દ્રારા છ મહિનામાં એપ્રેઝલ રિપોર્ટ તૈયાર કરી સેન્ટ્રલમાં સોંપી દીધો છે હવે આ રિપોર્ટના આધારે છેલ્લા પાંચ વર્ષનું સરવૈયું અધિકારીઓ શોધશે જેમાંથી પાંચ વર્ષ દરમિયાન લાડાણી અને ઓરબીટ ગ્રુપ દ્રારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેકટ સાથે અનેક લોકો સાથે કરેલા બિન હિસાબી વ્યવહારોના ચિઠ્ઠા ખુલશે. આ ઉપરાંત અનેક રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેકટમાં જેમણે રોકાણ કયુ છે અને એમાં કાળા નાણા દ્રારા કરેલા વહીવટ પણ સામે આવશે તેમને નોટિસ ફટકારવામાં આવશે.જો કે તાજેતરમાં પણ લાડાણી ગ્રુપના પ્રોજેકટમાં જેમને મિલકત ખરીદી છે તેવા ઘણા લોકોને નોટિસોનો મારો શ થઈ ગયો છે
દસ વરસ સુધીના વ્યવહારો પણ તપાસવાની જોગવાઈ
સામાન્ય રીતે આવા કેસમાં છેલ્લા પાંચ વર્ષના ચોપડા તપાસવામાં આવતા હોય છે પરંતુ જો ઇન્કમટેકસ અધિકારીને અમુક વ્યવહારો ગળે ન ઉતરે તો છેલ્લા દસ વર્ષના ચોપડા પણ તો તપાસી શકે છે. ઇન્કમટેકસ વિભાગની સેકશન ૧૫૩ હેઠળ પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકોથી લઈ ઇન્વેસ્ટર સુધી નોટિસ માંડી ડિમાન્ડ ઊભી થઈ શકે. ૫૦ લાખ થી વધુના વ્યવહારો દેખાય તો આવકવેરા વિભાગ જે તે વ્યકિતને નોટિસ મોકલી શકે તેવી જોગવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech