જૂનાગઢમાં ૧૫૦ ટન રંગોળીના રંગોનું વેચાણ: જર્મન કલરોની વ્યાપક માગ

  • November 10, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં રંગ બજારની પણ રોનક ખીલી છે.રંગોળી માટે અવનવા રંગો અને સ્ટીકરો ખરીદવા લોકોની ભીડ જામી છે.ચોકનું સ્થાન ઇન્સ્ટન્ટ સ્ટીકરોએ અને સ્ટીકે લીધું છે.ચિરોડી મા ઇંગ્લિશ કલર નું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે કલરના દરમાં પાંચ ટકાનો વધારો થયો છે.
​​​​​​​
જૂનાગઢમાં પંચહાટડી ચોક, દિવાન ચોક, ઝાંઝરડા રોડ, આઝાદ ચોક, જોષીપરા દોલતપરા સહિતના વિસ્તારોમાં રંગોળીના કલરોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં ચિરોડી કલર ની વધુ માંગ થઈ રહી છે.રંગોળીનો વ્યવસાય કરતા વ્યાપારીના જણાવ્યા મુજબ રંગોના ભાવમાં ખાસ વધારો થયો નથી આ વખતે દેશી રંગોની સાથે વિદેશી રંગોનો પણ સમન્વય થયો છે. ખાસ કરીને ઇંગલિશ કલરમાં રેડિયમ, પિસ્તા ,લવન્ડર, ઉપરાંત જર્મન કલરોમાં પર્પલ, જર્મન પિંક, જર્મન ચંદન, તેમજ જર્મન ગ્રીન અને જર્મન ચોકલેટ લાલ ,ગુલાબી સહિતના રંગો ખરીદ કરવામાં આવે છેેે. રંગોમાં મહત્વના ચિરોડી રંગ હાલારમાં ઉત્પાદન થતું હોવાથી ત્યાંથી મગાવવામાં આવે છે. રૂ ૨૦ના નાના પેકિંગથી લઈ રૂ.૨૦૦ થી ૨૫૦ ના દરના મોટા પેકિંગમાં કલરનું વેચાણ કરવામાં આવે છે. કલરના ભાવમાં ૧૦ ટકાનો વધારો થયો છે. પહેલા  ચોકના ઉપયોગથી ઘરઆંગણે વિવિધ ડિઝાઇનની મીંડાવાળી રંગોળી્  કરવામાં આવતી હતી્. જેને મોડી રાત સુધી જાગી તૈયાર કરવામાં આવતી હતી.જેથી સફેદ અને રંગબેરંગી ચોકનું પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હતું પરંતુ હવે બજારમાં અવનવી ડિઝાઇનવાળા રંગોળીના ઇન્સ્ટન્ટ સ્ટીકર ,છાપણી અને સ્ટીકના આગમનથી રંગોળી કરવા ચોકનો ઉપયોગ ઓછો થતો જાય છે. સાથીયા સાથેના શુભ લાભ,  અને લક્ષ્મીજીના પગલાના  તૈયાર સ્ટીકર ખરીદવામાં આવી રહ્યા છે.હવે તો દિવાલમાં ચોટાડવા ગ્લુ ગન સાથેના પણ દીવડાઓ અને સાથીયાઓ મળી રહેતા હોવાથી જાતે જ રંગોળી તૈયાર કરવાને બદલે ઇન્સ્ટન્ટ રંગોળી દોરવામાં આવે છે. જેથી સમયનો પણ બચાવ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application