જેતપુરમાં નગરપાલિકા દ્રારા આજે રોડ રસ્તા પર તેમજ ફટપાથ પર પેશકદમીપ દબાણ દૂર કરવાની કામગીરીનો આરભં કર્યેા હતો. જેમાં ૧૫ જેટલી કેબીનો, લારીઓના દબાણો દૂર કર્યા તેમજ દુકાન બહાર કાઢેલ પતરાઓ કઢાવ્યા હતાં. તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ગેરકાયદેસર બે દુકાનોને સિલ માર્યા હતાં.
ભૌગોલીક દ્રષ્ટ્રિએ જેતપુર શહેર સાંકળી ગલીઓ ધરાવતું શહેર છે. મુખ્ય બજાર પણ એકદમ સાંકળા રોડ રસ્તા ધરાવે છે. એટલે પેલાંથી જ સંકળાશ અને તેમાં રોડ પર દબાણ એટલે રસ્તા પર બાઇક લઈને નીકળવું પણ અભિમન્યુ સાત કોઠા વીંધવા સમાન છે. આ તો થઈ સાંકળા રસ્તાની વાત પણ મોટા પહોળા રસ્તા પર પણ ઠેરઠેર દબાણો થઈ ગયા છે. નગરપાલિકાએ કરોડો પિયાના ખર્ચે શહેરમાં ફટપાથ બનાવી છે જેમાં એકપણ ફટપાથ એવી નથી તે નરી આંખે દેખાય તેના પર દબાણો જ થઈ ગયા છે. અને દબાણ કરનારાઓ નગરપાલિકાની મુખ્ય રસ્તાઓ પરની ફટપાથના અન્ય ફેરીયાઓને પાંચ હજારથી લઈને પચીસ હજાર પિયા સુધીમાં ભાડે આપે છે.
આવા રોડ પર તેમજ ફટપાથ પર થી ગયેલ દબાણો દૂર કરવા નગરપાલિકાએ પેશકદમી દૂર કરવાની ચારેક દિવસની ડ્રાઇવ રાખી છે. જેમાં પ્રથમ દિવસે નગરપાલિકાની ટીમ, વીજ વિભાગ તેમજ મામલતદાર કચેરીના સ્ટાફ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સારણ નદીના પુલ પાસે આવેલ સારણ ચોકડીથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી જે સાંજ સુધી ચાલતા આખા રોડ પર વચ્ચે આવતી દુકાનોએ રોડ પર કાઢેલ છાપરાઓ તેમજ ૧૫ જેટલી કેબીનોનું દબાણ દૂર કયુ હતું. અને દબાણ હટાવ ઝુંબેશ કાલ સવારે સરદાર ચોકથી તીનબતી ચોક સુધી લેવામાં આવશે તેમ ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવેલ.
ભાજપ નેતાના દબાણ યથાવત
નગરપાલિકામાં પાંચ ટર્મથી ભાજપના સિમ્બોલ પર ચૂંટાતા પાલિકામાં વિવિધ કમીટીઓ, કારોબારી ચેરમેન તેમજ ઉપપ્રમુખનો હોદ્દો ભોગવી ચુકેલ અને આગામી ચૂંટણી બાદ નગરપાલિકામાં અત્યારથી જ જેનું પ્રમુખપદ પાકું ગણાય છે તે રાજુભાઇ ઉસદડીયાએ શહેરની ડોબરીયા વાડી ચોકડી પર નેશનલ હાઈવે ઓથોરિટીએ દૂર કરેલ દબાણવાળી જગ્યા પોતાના દીકરાના નામે ખરીદેલ અને ત્યાં બે દુકાનો બનાવી નાખેલ. આ ગેરકાયદેસર દુકાનો દૂર કરવા જેતે વખતે અરજીઓ પણ થઈ હતી. અને વર્ષ ૨૦૨૩માં નગરપાલિકાએ આ બે દુકાનો તેમજ મંદિર પાછળ આવેલ ૧૫ મકાનો દૂર કરવા નોટીસ આપી હતી જેમાં શ્રમિકોના મકાનો પર બુલડોઝર ફેરવી દીધું પરંતુ ભાજપના નેતાનું દબાણ દૂર ન કયુ આ નેતા કોર્ટમાં સ્ટે માટે ગયા કોર્ટે સ્ટે ન આપતા કોર્ટમાં દિવાની દાવો કર્યેા છે. તે દુકાનોનું ડીમોલેશન કરવાને બદલે નગરપાલિકાએ રાજકીય શરમ કે ડરના કારણે આ દબાણવાળી દુકાનોને સિલ મારીને દેખાવ પૂરતી કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech