સોમનાથ મહાદેવ મંદિરના કાયમી કર્મચારીના પગારમાં ૧૫ ટકાનો વધારો

  • October 26, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્ર્વ પ્રસિધ્ધ ભારત બાર જયોતિલગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના કાયમી કર્મચારીઓના પગાર વધારાની સેટલમેન્ટ માગણી મંજુર થઈ છે.  ભારતીય મજદુર સઘં અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે થયેલી વાટાઘાટને અંતે લોંગ ટર્મ આ માગણીઓ ઉપર સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ભારતીય મજદુર સઘં તથા સોમનાથ ટ્રસ્ટ કર્મચારી મંડળના પ્રમુખ જગદીશ પાઠક આ સેટલમેન્ટ એગ્રીમેન્ટમાં સહી કરાર થતાં ટ્રસ્ટના સહયોગથી સુખદ ઉકેલ આવેલ છે. તા.૩૧૩૨૦૨૬ સુધી બે કેટેગરીમાં ૧૨.૫૦ ટકા અને ૧૫ ટકાનો વધારો મંજુર કરાયો છે જે ટ્રસ્ટના ૧૮૬ કર્મચારીઓને લાભ મળશે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના એવા પ્રયત્નો રહેશે કે, તા.૨૮ ઓકટોબર દિવાળી લમીપૂજન પહેલા નવા વધારાયેલા પગાર મુજબ ચાલુ માસનું વેતન ચુકવાશે. આ સુખદ ઉકેલમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ, સચિવ યોગેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટી પી.કે.લહેરી, ટ્રસ્ટી જે.ડી.પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ભારતીય મજદુર સંઘના પ્રમુખ હિરણ્યમય પંડયા, પ્રદેશ પ્રમુખ જે.ડી.મજમુદાર, મહામંત્રી ગિરીશ પટેલ, રામપાલ સોની, હસુભાઈ દવે, નાના ગિરધર પાટીલ, કરશન કટારીયા તથા સોમનાથ કર્મચારી મંડળ પ્રમુખ જગદીશ પાઠકે ટ્રસ્ટ સાથે વાટાઘાટ કરી સંતોષકારક સુખદ સમાધાન થયું છે.
કઈ માગણીઓ મંજુર થઈ : બેઝીક, ડીએન, ૧૨.૫૦ ટકાથી ૧૫ ટકા વધારો, મેડીકલ લીવમાં ૩નો વધારો કરેલ છે. અગાઉ જે ૭ રજા મળતી હતી તે હવે ૧૦ રજા મળશે. મેડીકલ ઈન્સ્યુરન્સ ૩ લાખમાંથી વધારી ૭ લાખ સુધી કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News