રાજસ્થાનમાં ખાણમાં ફસાયેલા ૧૫ અધિકારીઓને બચાવાયા

  • May 15, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાનના ઝુંઝુન જિલ્લામાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની તાંબાની ખાણમાં લિટ તૂટી જતાં ૧૮૦૦ ફટથી વધુ ઐંડે ૧૪ અધિકારીઓ ફસાયા હતા. ૧૧ કલાકની જહેમત બાદ ફસાયેલા તમામ ૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં ૩ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ છે. ખાણમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા તમામ અધિકારીઓને સાવચેતીના પગલા તરીકે જયપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, યાં તેમની તબીબી તપાસ કરવામાં આવશે.

ઝુંઝુનુ સરકારી હોસ્પિટલ શિશરામના નસિગ સ્ટાફે જણાવ્યું કે કેટલાકના હાથમાં અને કેટલાક ના પગમાં ફ્રેકચર થયું છે. દરેક વ્યકિત સુરક્ષિત છે. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે, બાકીના સુરક્ષિત છે. સીડીની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝુંઝુનુ સરકારી હોસ્પિટલના ડો. પ્રવીણ શર્માએ કહ્યું, ખાણમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને જયપુર રીફર કરવામાં આવ્યા છે.

આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. બચાવ કાર્ય દરમિયાન એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. અધિકારીઓને ખાણમાંથી બચાવી લીધા બાદ તરત જ ડોકટરોની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં મૂકીને જયપુર લઈ જવામાં આવ્યા. ખાણની અંદર ફસાયેલા મોટાભાગના લોકો એચસીએલના કર્મચારીઓ હતા. મોડી રાત્રે એસડીઆરએફની ટીમ કોલિહાન ખાણ પહોંચી હતી અને બચાવ કામગીરી શ કરી હતી. ખાણના એકિઝટ ગેટ પર અડધો ડઝન એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. લિટ તૂટવાને કારણે હિંદુસ્તાન કોપર લિમિટેડના ૧૫ અધિકારીઓ ૧૮૦૦ ફટથી વધુ ઉંડાણમાં ફસાયા હતા.

આ ઘટના ત્યારે બની યારે સરકારી માલિકીની કંપનીના વરિ અધિકારીઓ સાથે વિજિલન્સ ટીમ ખાણની અંદર નિરીક્ષણ માટે ગઈ હતી. મળતી માહિતી મુજબ, ખાણની અંદર અધિકારીઓને લઈ જવા માટે વપરાતી વર્ટિકલ લિટ ચેઈન તૂટતાં ૧૮૭૫ ફટ અંદર ફસાઈ ગઈ હતી. એસડીઆરએફ રેસ્કયુ ટીમે પહેલા અધિકારીઓને ૧૮૭૫ ફટની ઉંડાઈથી લિટમાંથી બહાર કાઢા અને પછી એક પછી એક તેમને ખાણમાંથી બહાર કાઢા.
આ ઘટના પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ એક પોસ્ટમાં લખ્યું છે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા અને અસરગ્રસ્ત લોકોને તમામ શકય મદદ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ નાગરિકો ઝડપથી સાજા થાય અને ખાણમાં ફસાયેલા લોકો સુરક્ષિત બહાર આવે તે માટે હત્પં ભગવાનને પ્રાર્થના કં છું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application