રાજકોટમાં આજરોજ સવારના સુમારે ઇન્દિરા સર્કલ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. અહીં માતેલા સાંઢની જેમ ધસી આવેલી સીટી બસે સાતથી આઠ વાહનોને હડફેટે લીધા હતાં. જેમાં ચાર વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. જ્યારે ચારેક વ્યકિતઓને ઇજા પહોંચી હતી. આ ઘટનાને લઈને મનપાના કમિશનર સુમેરાએ મૃતક લોકોના પરિવારજનો માટે 15 લાખ અને ઈજાગ્રસ્ત લોકો માટે 2 લાખની સહાય જાહેર કરી છે.
અકસ્માતની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ સીટી બસમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. અકસ્માતની ઘટનાને લઇ અહીં લોકોના ટોળે ટોળાં એકત્ર થયા હતાં. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમજાવટનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં રોષે ભરાયેલા લોકોએ ચકકાજામ કરી દેતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
3માંથી બે મૃતકની ઓળખ થઈ
1. રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉં. 35, રહે, સત્યમ પાર્ક, RMC ઓડિટ વિભાગના ક્લાર્ક હતા)
2. સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉં.40, રહે સ્વામિનારાયણ મંદિર સામે, અક્ષર માર્ગ)
3. ચિન્મય ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ (ઉં. 25, રહે. હાથીખાના શેરી નં.2)
4. કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડ (ઉં.47, રહે, કાલાવડ રોડ, કોટેચા ચોક)
ઇજાગ્રસ્ત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech