જામનગરમાં 15 લાખના મિજાગરા ઉસેડી જતો કારખાનાનો કારીગર

  • April 11, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે વર્ષના ગાળામાં 2500 કીલો બાઇકમાં લઇ ગયો : મામલો પોલીસમાં પહોચ્યો


જામનગરના શંકરટેકરી ઉધોગનગરમાં આવેલા કારખાનામાં નોકરી કરતા શખ્સે છેલ્લા બે વર્ષના સમયગાળામાં આશરે 2500 કીલો પિતળના મીજાગરા જેની કી. ા. 15 લાખનો મુદામાલ ચોરી કરી જવા અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.


જામનગરના લાલપુર ચોકડી, સેટેલાઇટ પાર્ક શેરી નં. 1-એ ખાતે રહેતા બ્રાસપાર્ટના ધંધાર્થી હરેશ મનસુખભાઇ મુંગરાએ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના યાદવનગરમાં રહેતા જગદીશ દેવશી ચુડાસમા નામના શખ્સ સામે આઇપીસી કલમ 381 મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદી હરેશભાઇના અહીંના શંકરટેકરી ઉધોગનગરમાં આવેલા દ્રષ્ટી એન્ટરપ્રાઇઝ નામના બ્રાસપાર્ટના કારખાનામાં જગદીશ ચુડાસમા નોકરી કરતો હતો, આ શખ્સે છેલ્લા બે વર્ષમાં અલગ અલગ સમયે કારખાનાના ટીવીએસ મોપેડ નં. જીજે10સીએલ-7906 તેમજ પોતાના એકટીવા બાઇક નં. જીજે10ડીબી-3825માં પિતળના હીન્જીસ (મીજાગરા)ની પેટી જે એક પેટીનો વજન આશરે 40 થી 50 કીલો હોય છે.


એક કીલો પીતળના મીજાગારા ા. 600 લેખે છેલ્લા બે વર્ષમાં આશરે 2500 કીલો પિતળના મિજાગરાની કુલ કિ. ા. 15 લાખની ચોરી કરીને લઇ ગયો હતો આ અંગેની વિગતો જાણમાં આવતા કારખાનેદાર દ્વારા સીટી-સી ડીવીઝન પોલીસનો સંપર્ક કરી ઉપરોકત વિગતોના આધારે જગદીશ સામે વિધીવત ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application