રાજસ્થાનમાં રવિવારે સતત મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃત્યુ જયપુર, ભરતપુર અને ઝુનઝુનુ જિલ્લામાં થયેલા અલગ–અલગ અકસ્માતોમાં ડૂબી જવાથી થયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં જયપુર, ભરતપુર, સવાઈ માધોપુર, કરૌલી અને ધોલપુરનો સમાવેશ થાય છે. અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને જોતા જયપુર, ભરતપુર, દૌસા અને સવાઈ માધોપુર જિલ્લામાં શાળાઓ બધં કરી દેવામાં આવી છે. હવામાન વિભાગએ સોમવારે પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કયુ છે. પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે સોમવારે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. વિભાગે પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની નારંગી ચેતવણી અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદની યલો એલર્ટ જારી કરી છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને રાય સરકારે જયપુર, ભરતપુર, દૌસા અને સવાઈ માધોપુર જિલ્લાની તમામ શાળાઓમાં સોમવારે રજા જાહેર કરી છે.
અહીં, રેલવેએ કોટામાંથી પસાર થતી ત્રણ પેસેન્જર ટ્રેનોના ટ ડાયવર્ટ કર્યા છે. મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનના રાજનાંદગાંવ–કલમના સેકશનમાં ત્રીજી લાઇન પર ચાલી રહેલા કામને કારણે પેસેન્જર ટ્રેનોના ટ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech