લઘુમતી મંત્રાલયમાં ૧૪૪ કરોડનું સ્કોલરશિપ કૌભાંડ

  • August 30, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશની સૌથી મોટી તપાસ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો આફ ઈન્વેસ્ટિગેશન એ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયની એક યોજનામાં કથિત કૌભાંડના સંબંધમાં એફઆઈઆર નોંધી છે અને હવે આ મામલાની તપાસ કરી રહી છે. મંત્રાલયની લઘુમતી શિષ્યવૃત્તિ યોજના હેઠળ લગભગ ૮૩૦ નકલી સંસ્થાઓને ૧૪૪ કરોડ પિયા આપવામાં આવ્યા હતા, આ યોજના ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી સક્રિય હતી અને તે દરમિયાન આ કૌભાંડ થયું હતું. સીબીઆઈએ બેંક, સંસ્થા અને અન્ય પક્ષકારોના અજાણ્યા વ્યકિતઓ સામે છેતરપિંડી, કાવતં, બનાવટી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
સીબીઆઈએ લઘુમતી બાબતોના મંત્રાલયની ફરિયાદ પર જ આ કેસ નોંધ્યો છે. મંત્રાલયની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે યોજના હેઠળ લગભગ ૨૧ રાયોમાં કૌભાંડ થયું છે, યારે પ્રારંભિક તપાસમાં આ બાબતો સામે આવી ત્યારે ૧૦મી જુલાઈના રોજ સીબીઆઈને ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ અજાણ્યા લોકો વિદ્ધ એફઆઈઆર નોંધી છે.


ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, આ મામલે લઘુમતી મંત્રાલયનું નિવેદન પણ આવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે શિષ્યવૃત્તિ યોજના હેઠળના ભંડોળમાં અનિયમિતતાના ઘણા અહેવાલો આવ્યા હતા, ત્યારબાદ મંત્રાલયે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ સાથે મળીને સમગ્ર યોજનાની થર્ડ પાર્ટી તપાસ કરાવી હતી. આ સાથે, રાષ્ટ્ર્રીય શિષ્યવૃત્તિ પોર્ટલની મદદથી મંત્રાલયે પણ આ યોજનાની સંપૂર્ણ તપાસ કરી અને તેમાં ગેરરીતિઓ મળી. કુલ ૧૫૭૨ સંસ્થાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, મંત્રાલયે શોધી કાઢું હતું કે લગભગ ૮૩૦ સંસ્થાઓ બિન–ઓપરેશનલ અથવા બોગસ હતી.


મંત્રાલય દ્રારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે આ તમામ સંસ્થાઓ ૨૧ રાયોમાં ફેલાયેલી છે, જેમાંથી સૌથી વધુ આસામ (૨૨૫), કર્ણાટક (૧૬૨), ઉત્તર પ્રદેશ (૧૫૪) અને રાજસ્થાન (૯૯) છે. આમાંની મોટાભાગની ગેરરીતિઓ શાળાઓ અને સંસ્થાઓના સ્તરે જોવા મળી છે, યાં આ યોજના સક્રિય નથી પરંતુ તેનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. મોટાભાગના નકલી અરજદારો બંગાળ જેવા રાયોના છે, જેમણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે. મંત્રાલયના મૂલ્યાંકન મુજબ, ૨૦૧૭–૧૮ થી ૨૦૨૧–૨૨ સુધીમાં, મંત્રાલયને લગભગ ૧૪૪.૩૩ કરોડનું નુકસાન થયું છે.કેન્દ્રીય લઘુમતી મંત્રાલય દ્રારા શ કરાયેલી શિષ્યવૃત્તિ યોજના હેઠળ મુસ્લિમ, િસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી બાળકોને લાભ આપવામાં આવી રહ્યો છે. તેનો લાભ દેશભરની લગભગ ૧.૮૦ લાખ સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો હતો, મંત્રાલયનો દાવો છે કે ૨૦૧૭–૨૨ના કાર્યકાળ દરમિયાન વાર્ષિક ૬૫ લાખ વિધાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળ્યો છે. પોતાના નિવેદનમાં મંત્રાલયે તમામ શાળાઓ, સંસ્થાઓ, બેંકો અને અધિકારીઓનો આભાર માન્યો છે, જેમની મદદથી આ કૌભાંડ બહાર આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application