કન્નડ અભિનેત્રી રાન્યા રાવ જે વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી છે, તે હવે સોનાની દાણચોરીના આરોપસર જેલમાં છે. રાન્યા રાવે 'પટકી' અને 'માનિક્ય' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. રાન્યા રાવ દુબઈથી સોનાની દાણચોરી કરતી વખતે પકડાઈ હતી.
રાન્યા રાવને 4 માર્ચે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ખાસ આર્થિક ગુના અદાલતના ન્યાયાધીશે તેને 18 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. રાન્યા ડીજીપી ડૉ. કે. રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. રાન્યા 3 માર્ચે દુબઈથી કેમ્પેગૌડા એરપોર્ટ પર આવી હતી, જ્યાં DRI અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી.
DRI અધિકારીઓએ પૂછપરછ માટે રાન્યાની કસ્ટડી માગી હતી, પરંતુ ન્યાયાધીશે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ન્યાયિક કસ્ટડીમાં મોકલતા પહેલા અભિનેત્રીની બોવરિંગ હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech