ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદમાં રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ૭.૧૫ લાખથી વધુ ખેડૂતોને ૧૩૭૨ કરોડની સહાય તેમના બેંક ખાતામાં ચૂકવાઈ ગઈ હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગત જુલાઈ માસમાં થયેલા ભારે વરસાદમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરીને તા. ૩૦ ઓગસ્ટથી તા. ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી ૧.૨૨ લાખથી વધુ ખેડૂતોને નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની રૂ. ૪૨.૮૫ કરોડ સહાયને મળીને કુલ રૂ.૧૮૭.૩૭ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલા ભારે વરસાદમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરુચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુરને મળી કુલ ૨૦ અસરગ્રસ્ત જિલ્લાઓ માટે પણ ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
ખાસ કૃષિ રાહત પેકેજ માટે ઉપરોક્ત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી પણ તા. ૨૫ ઓકટોબરથી તા. ૧૦ નવેમ્બર સુધી અરજીઓ મગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી ૫.૯૩ લાખથી વધુ ખેડૂતોને પણ નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત વધારાની રૂ. ૨૭૧.૧૫ કરોડ સહાય મળી કુલ રૂ. ૧૧૮૪.૬૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. માત્ર દોઢ મહિનામાં જ સહાય સીધી બેંક ખાતામાં જમા થતા ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે, તેમ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪-૨૫ના બંને કૃષિ રાહત પેકેજ મળી છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫) રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાન અંતર્ગત કુલ ૩૮.૯૮ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ.૬૨૦૪ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech