ઘણા દીવાની કેસ બીજી કે ત્રીજી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે. કેટલાક ફોજદારી કેસ એવા છે જેમાં 3 થી 5 વર્ષની સજાની જોગવાઈ હતી પરંતુ તે કેસ 6 દાયકાથી વધુ સમયથી પેન્ડિંગ છે. કેસોના ઓનલાઈન રેકોર્ડ જાળવે છે તે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (એનજેડીજી)ના ડેટા અનુસાર, , પશ્ચિમ બંગાળ સૌથી જૂના પેન્ડિંગ કેસોની દ્રષ્ટિએ સૌથી ખરાબ સ્થિતિમાં છે. જ્યાં 438 કેસ 50 વર્ષથી વધુ જૂના છે. રાજસ્થાનમાં 12 અને મધ્યપ્રદેશમાં 3 કેસ અડધી સદીથી પેન્ડિંગ છે. ગુજરાતમાં એક પણ 50 વર્ષ જુનો પેન્ડિંગ કેસ નથી.
પાંચ સૌથી જૂના સિવિલ કેસ આ મુજબ છે. 1. જબેન્દ્ર નારાયણ ચૌધરી વિરુદ્ધ આશુતોષ ચૌધરી - આ દેશનો સૌથી જૂનો સિવિલ કેસ છે. આ મિલકત વિભાજન કેસ 4 એપ્રિલ 1952 ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. આમાં છેલ્લી સુનાવણી માર્ચ 2025 માં માલદાના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) સમક્ષ થઈ હતી. 2. લીલા દાસ વિરુદ્ધ ફાટિક ચંદ્ર ઘોષાલ - આ માલિકીનો દાવો મે 1954માં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં વાદી અને પ્રતિવાદી બંને મૃત્યુ પામ્યા છે. તેમના કાનૂની વારસદારો દક્ષિણ 24 પરગણાના અલીપોરના સિવિલ જજની કોર્ટમાં કેસ લડી રહ્યા છે. 3. બીબી સમુદાનિશન વિરુદ્ધ મોહફિઝ હુસૈન: આ મિલકત વિભાજન કેસ એપ્રિલ 1956માં બહેરામપુરમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની પહેલી સુનાવણી જાન્યુઆરી 2014માં થઈ હતી. આગામી સુનાવણી 19 એપ્રિલ 2025ના રોજ નક્કી કરવામાં આવી છે. આ કેસમાં પણ મૂળ વાદીનું અવસાન થયું છે. 4. બિનય ભૂષણ બિસ્વાસ વિરુદ્ધ સુબીર કુમાર - આ મિલકત વિવાદ કેસ સપ્ટેમ્બર 1956 માં ઉત્તર 24 પરગણાના બોનગાંવ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ 69 વર્ષ જૂના કેસની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાવાની છે. 5. પ્રફુલ્લ કુમાર સાહા વિરુદ્ધ નિપુ કુમાર - આ કેસ જાન્યુઆરી 1955માં દાખલ કરવામાં આવ્યો હતો જેમાં મૂળ વાદી અને ફરિયાદીનું મૃત્યુ થયું છે. તેમના કાયદેસરના વંશજો કેસ લડી રહ્યા છે. આગામી સુનાવણી 17 મેના રોજ દક્ષિણ 24 પરગણાના સિવિલ જજની કોર્ટમાં યોજાશે.
દેશના 5 સૌથી જૂના ફોજદારી કેસ આ મુજબ છે: 1. મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ ગુલાબ - આ દેશનો સૌથી જૂનો પેન્ડિંગ ફોજદારી કેસ છે. જે એપ્રિલ 1959 થી અમરાવતીની સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. સરકારી કામમાં અવરોધના આ કેસમાં 2 થી 8 વર્ષની સજાની જોગવાઈ છે. અત્યાર સુધી ફક્ત એક જ સાક્ષીએ પોતાનું નિવેદન આપ્યું છે. 2. મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ કાંતિલાલ - ચોરીના પ્રયાસનો આ કેસ ડિસેમ્બર 1959 થી જાલનાની સીજેએમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ 66 વર્ષ જૂના કેસમાં, સાક્ષી અને પીડિતાનું મૃત્યુ થયું છે. 3. મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ રામ નારાયણ – વિશ્વાસઘાતનો આ કેસ ઓગસ્ટ 1960 થી પેન્ડિંગ છે. આ કેસમાં ૩ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ફરિયાદી અને સાક્ષીઓનું અવસાન થયું છે. 4. મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ બાબુ અહેમદ - આ ચોરીનો કેસ ફેબ્રુઆરી 1961 થી જાલના કોર્ટમાં પેન્ડિંગ હતો. છેલ્લી સુનાવણી ડિસેમ્બર 2024 માં થઈ હતી. 5. મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ સલામ સુલેમાન - નકલી પાસપોર્ટ અને નાગરિક કાયદાનો આ કેસ માર્ચ 1962 થી નાંદેડ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં સજા 2 થી 8 વર્ષની હોય શકે છે પરંતુ ટ્રાયલ 63 વર્ષથી ચાલી રહી છે. આગામી સુનાવણી 13 મે, 2025 ના રોજ યોજાવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech