જામનગર શહેરમાં ૧૪ વેપારીઓ પાસેથી ૧૩ કિલો પ્લાસ્ટીક જપ્ત

  • May 30, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુા.૭૬૦૦નો દંડ વસુલાયો: પ્લાસ્ટીક વાપરશો તો વધુ કડક પગલા લેવાશે તેવી કોર્પોરેશને આપી ચેતવણી

પર્યાવરણ  માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા આજરોજ ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ-૧૪ ધંધાર્થી /વેપારીઓ પાસેથી ૧૩ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવેલ, તેમજ રુા.૭૬૦૦ નો દંડ વસુલ લેવામાં આવેલ.
આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ, દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ, વિક્રેતાઓ, ધંધાર્થીઓ, દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા ધ્વારા તાકીદ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application