રાજકોટ શહેરમાં જાન્યુઆરી મહિનાના પ્રારંભથી જ રોગચાળો બેકાબુ બન્યો છે, શહેરમાં ગત સોમવારથી આજે સોમવાર સુધીના છેલ્લા એક સાહમાં તાવ શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેકશન સહિતના વધુ ૧૨૮૩ કેસ નોંધાયા છે, યારે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં કુલ ૬૪૫૫ કેસ નોંધાયા છે.
દરમિયાન આજે મહાપાલિકાની આરોગ્ય શાખાના અધિકારી સૂત્રોએ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર છેલ્લા એક સાહમાં મેલેરિયા શૂન્ય, ડેંગ્યુ એક કેસ, ચિકુન ગુનિયા એક કેસ, શરદી અને ઉધરસના ૯૪૧ કેસ, તાવના ૧૫૯ કેસ, ઝાડા–ઉલટીના ૧૮૧ કેસ સહિત ૧૨૮૩ કેસ મળ્યા છે. યારે સમગ્ર જાન્યુઆરી મહિના દરમિયાનના કુલ કેસ જોઇએ તો ડેન્ગ્યુના છ કેસ, ચિકુનગુનિયાના પાંચ કેસ, શરદી ઉધરસના ૪૯૩૧ કેસ, તાવના ૫૮૮ કેસ અને ઝાડા ઉલ્ટીના ૯૨૫ કેસ નોંધાયા છે. જો કે ખાનગી તબીબી વર્તુળોના જણાવ્યા મુજબ મહાપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના આંકની તુલનાએ શહેરમાં દસ ગણા વધુ કેસ છે. ખાસ કરીને ડેંગ્યુ અને ચિકુનગુનિયાના કેસ તો હવે બારેય મહિના મળવા લાગ્યા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં ૬૩૨૪ ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા ૭૮૪ ઘરમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ શહેરમાં તાવ, શરદી, મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરાઇ હતી. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૧૫ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે સ્થળે મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૩૧૬ અને કોર્મશીયલ ૧૧૫ સહિત કુલ ૪૩૧ને નોટીસ આ૫વામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech