લોકસભાની આવનારી ચૂંટણીને ઘ્યાનમાં રાખીને ફૂલગુલાબી બજેટ: નવા વિકાસકાર્યોના અનેક વાયદા: સ્ટે. કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૪-૨૫ ની બજેટ દરખાસ્ત રજૂ કરતા મ્યુ. કમિશ્નર: મિલ્કત કે પાણી વેરામાં કોઇ વધારો કરવામાં નહીં આવતા લોકોને રાહત આપવાનો સંકેત: ૧૮૩.૮૭ કરોડની પુરાંત દર્શાવાઇ: ભૂગર્ભ ગટરના કામો માટે રુા. રપ૮.પ૮ કરોડ મંજુર
જામનગર મહાનગરપાલિકાનું ર૦ર૪-૨૫ નું અંદાજપત્ર આજે મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીએ સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરાને સુપરત કર્યુ હતું. જેમાં કુલ ખર્ચ ૧ર૪૩.૭૦ કરોડ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે બંધ પુરાંત ૧૮૩.૮૭ દર્શાવવામાં આવી છે, બજેટમાં મિલ્કત વેરો કે પાણી વેરામાં કોઇપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી, આગામી લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇને આ બજેટ બનાવવામાં આવ્યું છે, જેમાં શહેરના અનેક વિકાસકાર્યો કરવામાં આવશે, તેમ પણ જણાવાયું છે.
ર૦ર૪-૨૫ નું અંદાજપત્ર આજે રજૂ કરાયા બાદ જેમાં સ્વભંડોળની આવક ૩૧૪.૧૪ કરોડ, ગ્રાન્ટની આવક ૧૦૬.૮૬ કરોડ, કેપિટલ સ્વભંડોળ ૩પ કરોડ, કેપિટલ ગ્રાન્ટ પ૬૪ કરોડ, અનામત ૪૧.૩૦ કરોડ અને એડવાન્સ આવક ૧.૧૦ કરોડ દર્શાવાઇ છે, એમાં કુલ આવક ૧૦૬ર.૪૦ કરોડ દર્શાવાઇ છે, જ્યારે સ્વભંડોળ ખર્ચ ૩૬પ.૯૯, ગ્રાન્ટ ખર્ચ પપ.૦૧ કરોડ, કેપિટલ સ્વભંડોળ ખર્ચ ૪પ કરોડ, કેપિટલ ગ્રાન્ટ ખર્ચ ૭૪૯ કરોડ, અનામત ખર્ચ ર૭.૪૦ કરોડ, એડવાન્સ ખર્ચ ૧.૩૦ કરોડ થઇ કુલ ખર્ચ ૧ર૪૩.૭૦ કરોડ અને બંધ પુરાંત ૧૮૭.૮૩ કરોડ દર્શાવવામાં આવી છે, જ્યારે ઉઘડતી સિલક ૧૪ર૭.પ૬ કરોડ બતાવવામાં આવી છે.
આ ફૂલગુલાબી બજેટમાં ખાસ કરોઇ વેરા નાખવામાં આવ્યા નથી, જામનગરને વધુ સ્વચ્છ બનાવવા માટે પણ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત આયોજન કરાયું છે, જેમાં ૪.૪ર કરોડના ખર્ચે સેનેટરી લેન્ડ ફીલ્ડ સાઇટ, કમ્પોઝ પ્લાન્ટ ૮.૦પ કરોડ, બાયોગેસ ર૧.પ૦ કરોડ અને ડ્રાઇવ વેસ્ટ ૧૩.૧૭ કરોડના ખર્ચે વિકસાવાશે, જ્યારે સ્વીપર મશીન ૩.૩૦ કરોડ, સીએન્ડડી વેસ્ટ રુા. ૭.પ૦ કરોડ વિકસાવાશે અને એનીમલ બર્થ કંટ્રોલ અને વેકસીનેશન માટે રુા. ૭.૭૦ કરોડ અને ડેડ એનીમલ સાયન્ટીફીક નિકાલ માટે રુા. ૪ કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં કુલ ૧૩ ટીપી સ્કીમના અમલીકરણની પણ વાત બજેટમાં કરવામાં આવી છે, ૩૪ કી.મી.માંથી ૧ર૮ કી.મી.ની હદ થતા ર૦ર૪-૨૫ ૭૯૪ કરોડના વિકાસકામો કરવામાં આવશે, જ્યારે ભૂગર્ભ નેટવર્ક માટે આશરે રુા.ર.૧૦ કરોડનો ખર્ચ પણ દર્શાવાયો છે, રુા. ર૧.૧૦ કરોડના ખર્ચે ૧૩ કી.મી.ની પાઇપલાઇનનું કામ પુરું થયું છે, જ્યારે ડીસેમ્બર ર૪ સુધીમાં શહેરને વધુ એમએલડી પાણી મળી રહે તે માટેનું આયોજન છે, રણજીતસાગર ડેમથી પંપહાઉસથી રુા. ર૮.૯૭ કરોડના ખર્ચે પાઇપલાઇનનું કામ મે મહિનામાં પુરું થઇ જશે, ઉપરાંત ૬૦.૬૦ કરોડના ખર્ચે ૧૪૬ કી.મી.ની પાઇપલાઇન મહાપ્રભુજીની બેઠક, ઢીંચડા, ગોકુલનગર, અને સમર્પણ વિસ્તારમાં નાખવામાં આવશે.
સાત રસ્તાથી સમર્પણ અને સોલેરીયમ સુધી રુા. ર૧.ર૦ કરોડના ખર્ચે પાઇપલાઇન, જ્યારે ૩ર.૬૬ કરોડના ખર્ચે ફીલ્ટર પ્લાન્ટ સમ્પ નખાશે, શહેરમાં સીસી રોડ, સીસી બ્લોક, સ્ટ્રોમ વોટર યોજના, આરસીસી બ્લોક સહિતના રર કામ માટે રુા. ર૩.૩૪ કરોડ ફાળવાયા છે, રુા. ૧.ર૦ કરોડના ખર્ચે બે એનીમલ સેલ્ટર હોમ, રુા. ૧.૧૬ કરોડના ખર્ચે દિ.પ્લોટ વિસ્તારમાં નવું આરોગ્ય કેન્દ્ર બનશે, રુા. ૧૬ કરોડના ખર્ચે ફેઝ-૧, તેમજ આસ્ફાલ્ટ રોડ માટે રુા. ૧૧ કરોડ ફાળવાયા છે.
ફલાય ઓવર બ્રીજનું કામ ડિસેમ્બર અંતમાં પું થશે, જ્યારે ૬૧.૮ર કરોડનું લાલપુર બાયપાસ પાસેના ઓવરબ્રીજનું કામ જુન-૨૦૨૫ માં પું થશે, માર્કેટીંગ યાર્ડ પાસે ૪૧.૮૯ કરોડના ખર્ચે બ્રીજનું કામ ચાલુ છે, જે ડિસેમ્બરમાં પું થશે, જ્યારે સર્મપણ સર્કલથી વિજયનગર જકાતનાકા રોડ પાસે ઓવરબ્રીજ ૪૬.૭૮ કરોડના ખર્ચે શરુ થયો છે, રુા. ૮ કરોડના ખર્ચે જનરલ બોર્ડનું કામ ઝડપથી પું કરાશે અને શહેરમાં ૧પ સીએનજી બસ ચાલુ કરવામાં આવી છે, રણમલ તળાવ પ્રવેશદ્વાર પાસે રુા. ૧ર કરોડના ખર્ચે અદ્યતન સાયન્સ નોલેજ પાર્ક બનાવાશે.
આ બજેટમાં ભૂજિયા કોઠાનું માર્ચ મહિનામાં પું થશે, તેવું દશાર્વાયું છે, શહેરમાં ભૂગર્ભ ગટર માટે અમૃત-૨ યોજના હેઠળ રુા. રપ૮.પ૮ કરોડના કામો મંજુર કરાયા છે અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ રુા. ૩૧ કરોડના ખર્ચે વોર્ડ નં. ૧પ અને ૧૬ માં સીવર કલેકશન પાઇપલાઇન નેટવર્કના કામ ચાલુ છે, શહેરમાં કુલ રુા. રપ૧.૯૬ કરોડના ખર્ચે ૩૩૭૬ આવાસ બનાવાશે, શહેરમાં પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા રુા. ૩.પ૦ કરોડ મંજુર કરાયા છે, જ્યારે વર્ષોથી સુભાષ માર્કેટ રીનોવેશનનો પ્રશ્ર્ન લટકતો હતો, જે આ બજેટમાં પૂરો કરી દેવામાં આવશે, આમ મ્યુ. કમિશ્નરે રજૂ કરેલું આ બજેટ ફૂલગુલાબી ચિત્રવાળું છે, જેમાં પીવાના પાણીની ૫ાઇપલાઇન, ભૂગર્ભ ગટર, ક્રિકેટ મેદાન, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સાયન્સ નોલેજ પાર્ક, જનરલ બોર્ડનું નવું બિલ્ડીંગ, ફલાય ઓવર બ્રીજ, ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સહિતના અનેક વિકાસકામો કરવામાં આવશે તેવી બજેટમાં માહિતી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલે બાજી મારી, બે પદ સિવાય તમામમાં વિજય
December 21, 2024 08:40 AMક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech