ગિરનાર સર કરવા જિલ્લાના ૧૨૦૭ સ્પર્ધકો દોટ લગાવશે

  • January 04, 2025 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં આવતીકાલે ગુલાબી ઠંડીમાં ગિરનાર સર કરવા ૩૯મી રાયકક્ષાની ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં ૨૨ જીલ્લ ામાંથી જુનિયર અને સિનિયર ભાઈઓ બહેનો મળી ચારેય કેટેગરીમાં ૧૨૦૭ સ્પર્ધકો વહેલી સવારે ગિરનાર આંબવા દોટ મુકશે. હાર્ટ એટેકના વધતા બનાવોને ધ્યાને લઈ તત્રં દ્રારા આજે સાંજે સ્પર્ધા સાથે સંકળાયેલા તમામ સભ્યોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે. ભાગ લેનાર સ્પર્ધકોને મંગલનાથ બાપુના આશ્રમે ચીપ લગાવેલા ટીશર્ટ અપાયા હતા. આવતીકાલે સવારે સ્પર્ધાને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કમિશનર ડો ઓમ પ્રકાશ, ડેપ્યુટી કમિશનર, જિલ્લ ા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, રાજકીય સામાજિક આગેવાનો સહિતના અધિકારીઓ લેગ ઓફ આપી પ્રારભં કરાવશે.
જેમાં ૨૨ જિલ્લ ામાંથી સિનિયર કેટેગરીમાં ૫૫૮, જુનિયરમાં ૩૬૬  ભાઈઓ, સિનિયર બહેનોમાં ૧૪૯ જુનિયર માં ૧૩૪ બહેનો મળી ચારેય કેટેગરીમાંથી ૧૨૦૭ સ્પર્ધકો કડકડતી ઠંડીમાં ગિરનાર આંબવા દોટ  મુકશે.ભાઈઓ માટે ૫,૫૦૦ પગિથયા અંબાજી મંદિર  અને બહેનો માટે ૨,૨૦૦ પગથીયા માળી પરબ સુધી સ્પર્ધા યોજાશે. સ્પર્ધામા ૧૪થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેશે.
સવારે ૭ વાગ્યે ભાઈઓ માટે પ્રથમ ટુકડી અને ત્યારબાદ  ૯ વાગ્યે બહેનોની ટુકડી ગિરનાર સર કરવા દોટ મુકશે.સ્પર્ધાને  ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,કલેકટર અનિલ રાણાવસ્યા, જિલ્લ ા રમત ગમત અધિકારી ભુષણભાઈ ,જુનાગઢ યુવા વિકાસ અધિકારી નયનાબેન વાળા તથા ઉપસ્થિત મહાનુભવો દ્રારા લેગ ઓફ આપી પ્રારભં કરાવશે.
સ્પર્ધાના અંતે ભવનાથ તળેટીમાં આવેલ મંગલનાથ બાપુના આશ્રમે મહાનુભવોના હસ્તે ચારેય કેટેગરીમાં પ્રથમ દસ વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. પ્રથમ ક્રમાંકે આવતા વિજેતાઓને .૫૦ હજાર, બીજા ક્રમના વિજેતાઓને ૪૦હજાર, ત્રીજા ક્રમે આવતા વિજેતાઓને .૩૦ હજાર  તથા ચોથા અને પાંચમા ક્રમે આવેલ સ્પર્ધકોને .૨૦ હજાર ૬થી ૧૦ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને ૧૦ હજારની ઇનામી રકમ મળી કુલ ૨.૧૦ લાખની રોકડ રકમ અપાશે. આ ઉપરાંત શીલ્ડ અને પ્રમાણપત્ર પણ આપી સન્માનિત કરવામાં આવશે.સ્પર્ધામાં સ્પર્ધકોને દોડવામાં કોઈ પણ અડચણ ન થાય તે માટે  એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના નિદર્શન નીચે વિવિધ વિભાગોના ૧૪૦ પોલીસ કર્મીઓ ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી વિવિધ પોઇન્ટ પર ખડેપગે રહેશે.

આજે રાત્રે ૧૨ વાગ્યાથી કાલે બપોરે ૧૨ સુધી ગિરનાર ચડવા પ્રતિબંધ
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને અડચણ ન થાય તે માટે શનિવાર રાત્રે ૧૨ વાગ્યાથી રવિવાર બપોરે ૧૨ વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ગિરનાર ચડવા ઉતરવા પર પ્રતિબધં ફરમાવવામાં આવ્યો છે.હત્પકમનું ઉલ્લ ંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

મહેન્દ્રભાઈ મશરૂની આગેવાનીમાં સર્વેાદય બ્લડ બેન્ક દવા ફડં ટ્રસ્ટની ટીમ ખડે પગે
વર્ષ ૧૯૭૧ સ્પર્ધાના પ્રારંભથી જ સર્વેાદય બ્લડ બેન્ક દવા ફડં ટ્રસ્ટ ના પ્રમુખ મહેન્દ્રભાઈ મશની આગેવાની હેઠળ ૪ ટીમ ગિરનાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને મદદપ થવા રાત્રિથી જ વિવિધ પોઇન્ટ પર સેવા માટે રહેશે. પ્રથમ ટીમ ૧૨૦૦, બીજી ૨,૨૦૦ પગથિયેમાળી પરબ, ત્રીજી ટીમ જૈન દેરાસર અને ચોથી ટીમ અંબાજી મંદિર ખાતે સેવા આપશે. દરેક ટીમ સાથે સ્ટ્રેચર, ઓકિસજન, ગ્લુકોઝ પાવડર, પીપરમેન્ટ, લીંબુ અને આદુના ટુકડા, લીંબુ શરબત, આયોડેકસ, પેન કિલર સ્પ્રે, પાટા પિંડી, ટીચર, સહિતની ફસ્ર્ટ એડ કીટ સાથે મદદ માટે સ્ટેન્ડ બાય રહેશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની તબીબોની ટીમ  ના ઓર્થેાપેડિક ડો, પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમ અંબાજી મંદિર, ગૌમુખી ગંગા અને ભવનાથ તળેટી મંગલનાથ બાપુના આશ્રમે સ્ટેન્ડ બાય રહેશે. સ્પર્ધકોના ટીશર્ટ પર અધ્યતન ચીપ લગાવાઇ
ગિરનાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને આપવામાં આવનાર ટીશર્ટમાં ચેસ્ટ નંબરમાં ઓટોમેટીક ચીપ લગાવવામાં આવેલ છે. જેથી સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોની અવરજવર અને ગતિવિધિ પર બાજ નજર રાખી શકાશે સ્પર્ધા શ થયાથી પૂર્ણ સુધી ના સમય અંગે ઓટોમેટીક ચીપની મદદથી વિજેતા નક્કી કરાશે. મેરેથોન દોડ પોલીસ ભરતી સહિતની સ્પર્ધામાં આ પ્રકારની ચીપ લગાવવામાં આવે છે.

અધ્યતન ટેકનોલોજીની મદદથી સંપૂર્ણ સ્પર્ધાનું નિદર્શન કરાશે૧૨ સીસીટીવી કેમેરા, વાઇફાઇની મદદથી બાજ નજર
ભવનાથ તળેટી મંગલનાથ બાપુના આશ્રમ પાસેથી સ્ટાટિગ પોઇન્ટ પર સ્પર્ધાનો પ્રારભં થયાં બાદ સ્પર્ધકો ઉપર નજર રાખી શકાય તે માટે તળેટી વિસ્તારથી અંબાજી મંદિર સુધી ૧૨ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે.સ્પર્ધાના પ્રારંભિક પોઇન્ટ પર એલઇડી સ્ક્રીનમાં વાઇફાઇ અને સીસીટીવી કેમેરા દ્રારા સ્પર્ધકોની ગતિ વિધિ પર નજર રખાશે અને ઉપસ્થિત લોકો પણ તેને નિહાળી શકશે.

સિવિલ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઇજાગ્રસ્ત સ્પર્ધકોને મુશ્કેલી ન પડે તે માટે ગિરનાર તળેટી અને પર્વત મની ત્રણ ટૂંક પર જિલ્લ ા પંચાયત આરોગ્ય વિભાગ ઉપરાંત પગ મચકોડવાના કે પડવાના બનાવમાં તાત્કાલિક નીચે લઈ જઈ શકાય તે માટે  ડોળી એસોસિએશનનીત્રણ ટીમ ખડે પગે રહેશે.તળેટી ખાતે સિવિલ હોસ્પિટલની ટીમ દ્રારા સારવાર આપશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application