ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે.અહીં પુરપાટ ઝડપે આવતી બોલેરોએ સામેથી આવી રહેલા ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે.યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી શ કરી છે. જયારે અન્ય એક દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં લની રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપવા માટે ઉત્તરાખંડના ખાતિમાથી પીલીભીત આવેલા કન્યા પક્ષના ૬ લોકોનામાર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપયા હતા.
મળતી માહિતી મુજબ, શુક્રવારે વહેલી સવારે લગભગ ૫.૩૦ વાગે અકસ્માત પોલીસ સ્ટેશન રાયપુરાથી થોડે દૂર ઝાંસી–મિર્ઝાપુર હાઈવે ૩૫ પર પ્રયાગરાજ તરફથી ઝડપથી આવતી એક બોલેરો સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બોલેરોમાં સવાર છ લોકોના મોત થયા હતા. પોલીસ અધિક્ષક અણ કુમાર સિંહે જણાવ્યું કે બોલેરોમાં કુલ ૧૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં છના મોત થયા હોવાના અહેવાલ છે. પાંચ ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. બોલેરો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાની હોવાનું કહેવાય છે. ડ્રાઇવરને અચાનક ઐંઘ આવી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગુલગંજના રહેવાસી જમુના અહિરવાર (૪૨ વર્ષ), પુત્ર કામતા, પુત્ર ફુલા (૪૦), પુત્ર રાજ (૧૮) અને આકાશ (૧૫) તેમજ ગામના અન્ય સાત લોકો સાથે પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. લની રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપવા માટે ઉત્તરાખંડના ખાતિમાથી પીલીભીત આવેલા કન્યા પક્ષના ૧૧ લોકો પરત ફરતી વખતે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. રિસેપ્શન પરથી પરત ફરતી વખતે પીલીભીત ટનકપુર હાઈવેના નુરિયા નગર પાસે સ્પીડિંગ કાર કાબૂ બહાર નીકળી ગઈ અને એક ઝાડ સાથે અથડાઈ અને પછી ખાડામાં પડી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા. અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે, યારે ૫ લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, યાંથી તેમની હાલત નાજુક હોવાથી તેમને બરેલી હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા.
વાસ્તવમાં ઉત્તરાખંડના ખાતિમા જિલ્લાની એક યુવતીના લ પીલીભીતના ચંદોઈ શહેરમાં હતા. ગઈકાલે તેની રિસેપ્શન પાર્ટી હતી. લમાં હાજરી આપવા માટે કન્યા પક્ષના ૧૧ લોકો ખાટીમાથી કારમાં આવ્યા હતા. દરેક વ્યકિત મોડી રાત્રે પાર્ટીમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા, યારે પીલીભીત ટનકપુર હાઇવે પર ન્યુરિયા નગર પાસે તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર લપસીને ખાડામાં પડી હતી. અકસ્માત બાદ કારના ટુકડા થઈ ગયા હતા.
ટેકસમાં મુસાફરી કરતા લોકો તેમાં ફસાયેલા રહ્યા. ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બનાવ અંગે તેણે ન્યુરીયા પોલીસને જાણ કરી હતી. આ પછી, પોલીસ સ્થાનિક લોકોની મદદથી ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને કારમાંથી બહાર કાઢા. ત્યાં સુધીમાં પાંચ લોકોના મોત થયા હતા યારે ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસે તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા. યાં સારવાર દરમિયાન વધુ એક વ્યકિતનું મોત થયું છે, યારે ૫ લોકો ગંભીર રીતે ઘાયલ છે. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી તેમને હાયર સેન્ટર બરેલી રિફર કરવામાં આવ્યા હતા. યાં તેની સારવાર ચાલુ છે. તે જ સમયે, મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતની ઘટના સ્થળે પહોંચીને પોલીસ તપાસ કરી રહી છે. મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech