12-જામનગર સંસદીય મતવિસ્તાર માટે નિમાયેલા ઓબ્ઝર્વરઓને નાગરિકો ફોન કર્યા બાદ રૂબરૂ મળી શકશે

  • April 22, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીને સવારે ૧૦ થી ૧૧ અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીને  સાંજે ૪ થી ૫ ના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો રૂબરૂ મળી શકશે



લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વરશ્રી તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વરશ્રી તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વરશ્રી તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે.


12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વરશ્રી હસમત અલી યાતોના મોબાઈલ નં. 9023380341, પોલીસ ઑબ્ઝર્વરશ્રી ઉત્તપલ કુમાર નાસ્કરના મોબાઈલ નં. 8799136044 અને ખર્ચ ઑબ્ઝર્વરશ્રી અવિજિત મિશ્રાના  મોબાઈલ નં. 8160916519 ઉ૫ર સંપર્ક કરી શકાશે. તેઓ  લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે 2,3 અને 6 પર નાગરિકોને રૂબરૂ મળી શકશે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીને સવારે ૧૦ થી ૧૧ અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીને સાંજે ૪ થી ૫ ના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો ફોન ઉપર મંજુરી મેળવ્યા બાદ રૂબરૂ મળી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application