રાજકોટમાં એક વર્ષમાં 1124 નવી સ્ટ્રીટલાઇટ્સ નાખી રોશની પથરાઇ

  • September 21, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં છેલ્લા એક વર્ષના સમયગાળામાં 1124 સ્થળોએ 1124 નંગ નવી સ્ટ્રીટલાઇટ રૂ.56,20,000ના ખર્ચે ફીટ કરાવવામાં આવી હતી તેમજ શહેરમાં કુલ રૂ.3,13,92,930ના ખર્ચે કુલ 25 કામો હાથ ધરીને શહેરમાં રોશની પાથરવામાં આવી હતી. સોલાર પ્લાન્ટથી માસીક 13,440 યુનિટ જનરેટ થાય છે. જેનાથી માસીક રૂ.141,14,240 તથા વાર્ષિક અંદાજિત રૂ.13,70,880ની બચત થાય છે.
રાજકોટ મહાપાલિકાના રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયાનો રોશની સમિતિ ચેરમેન તરીકેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની બાકી રહેતી અઢી વર્ષની મુદત માટે મહાપાલિકાના નવા પદાધિકારીઓની તા.12મી સપ્ટેમ્બર,2023 વરણી કરવામાં આવી. જેમાં, રાજકોટ મહાનગરપાલિકાના રોશની સમિતિના ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની બીજી અઢી વર્ષની મુદત માટે વરણી થયાના એક વર્ષમાં નવી સેન્ટ્રલ લાઈટીંગ, નવી સ્ટ્રીટ લાઈટ, બ્રિજ પર રી-લાઇટીંગ, કોમ્યુનીટી હોલમાં ઇલેકટ્રીકલ રીનોવેશન, ગાર્ડનમાં લાઈટીંગ, હોકર્સ ઝોનમાં લાઈટીંગ, નવા રોડ પર સેન્ટ્રલ લાઈટીંગ જેવા 25 કામો કુલ રૂ.3,13,92,930ના ખર્ચે હાથ ધરીને શહેરમાં રોશનીનો ઝગઝગાટ કરવામાં આવ્યો છે. એક વર્ષમાં કરેલી કામગીરીની વિગતો જાહેર કરતા કાળુભાઇ કુગશિયા એ ઉમેર્યું હતું કે વોર્ડ નં.1મા રૈયાધાર એનિમલ હોસ્ટેલમાં રૂ.4,14,486ના ખર્ચે લાઈટીંગ કામ, વોર્ડ નં.10મા જે.કે.ચોક ગાર્ડનમાં રૂ.2,13,626ના ખર્ચે લાઈટીંગ, વોર્ડ નં.10મા બાબુભાઈ વૈધ લાઈબ્રેરીમાં પાર્કિંગ એરિયામાં રૂ.2.06 લાખના ખર્ચે લાઈટીંગ, વોર્ડ નં.10મા નિર્મલા રોડ સ્થિત ડેપ્યુટી મ્યુનિ.કમિશનરના બંગલોના ગાર્ડન એરિયામાં રૂ.1,31,346ના ખર્ચે લાઈટીંગ, વોર્ડ નં.4મા કેસરી હીંદ બ્રિજ ઉપર રૂ.7,26,000ના ખર્ચે રી-લાઇટીંગ કામ, વોર્ડ નં.4મા મોરબી રોડ ઉપર કોમ્યુ. હોલમાં રૂ.3,54,000ના ખર્ચે ઇલેકટ્રીકલ રીનોવેશન, વોર્ડ નં.6મા ચુનારવાડ ચોક થી રામનાથપરા બ્રિજ સુધીના વિસ્તારમાં ભાવનગર રોડ ઉપર રૂ.14,15,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.6મા સંતકબીર રોડ ઉપર રૂ.25,47,000 સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.14મા ગીતા મંદિર રોડ (ભકિતનગર સર્કલ થી જલારામ ચોક) ઉપર રૂ.4,68,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ,વોર્ડ નં.15મા ભાવનગર રોડ (ચુનારાવાડ ચોક થી આજી ડેમ ચોક) ઉપર રૂ.39,62,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.15મા ચુનારાવાડ ચોકથી આજી નદી બ્રીજ સુધી રૂ.4,95,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.15મા અમુલ સર્કલથી નેશનલ હાઇવે સુધી રૂ.10,18,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.16મા દેવપરા રોડ ઉપર રૂ.11,32,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.16મા દિપ્તી નગર રોડ ઉપર રૂ.14,85,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.16મા કોઠારીયા રોડ ઉપર રૂ.15,56,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.12મા તપ્ન હાઈટ પાસે ગાર્ડનમાં 9,02, 924ના ખર્ચે લાઈટીંગ કામ, વોર્ડ નં.11મા લક્ષ્મણ ટાઉનશીપ પાછળ ગાર્ડનમાં રૂ.1,66,586ના ખર્ચે લાઈટીંગ કામ, વોર્ડ નં.11મા સ્પીડવેલ પાર્ટીપ્લોટ રોડ પર હોકર્સ ઝોનમાં રૂ.1,64,673ના ખર્ચે લાઈટીંગ કામ, વોર્ડ નં.11મા જેટકો ચોકડી પાસે ગાર્ડનમાં રૂ.1,94,114ના ખર્ચે લાઈટીંગ કામ, વોર્ડ નં.2મા જામનગર રોડ થી 150 ફુટ રીંગ રોડને જોડતો શિતલપાર્ક રોડ તથા વોર્ડ નં.03મા એઇમ્સ રોડ ઉપર રૂ.68,78,610ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ કામ, વોર્ડ નં.7મા લક્ષ્મી નગર અંડર બ્રિજ થી ભક્તિ નગર રેલ્વે સ્ટેશન સુધી રૂ.4,72,959ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ કામ, વોર્ડ નં.3 ઇએસઆરથી રોણકી હનુમાન મંદિર સુધી રૂ.19,07,224ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ કામ, વોર્ડ નં.3 પાણીના ટાંકાથી થી સાધુવાસવાણી કુંજરોડ સુધી રૂ.12,74,839ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ કામ, વોર્ડ નં.2મા હોસ્પીટલ બ્રીજ થી બજરંગ વાડી પોલીસ ચોકી સુધી રૂ.25,47,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ, વોર્ડ નં.7મા ભુતખાના ચોકથી કાંતા વિકાસ ગૃહ ચોક સુધી રૂ.7,60,000ના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ અપગ્રેડેશન કામ સહિતના કુલ 25 કામો, કુલ રૂ.3,13,92,930ના ખર્ચે વિશેષમાં રોશની વિભાગ દ્વારા છેલ્લાં એક વર્ષ દરમિયાન 1124 નંગ નવી સ્ટ્રીટલાઇટ રૂ.56,20,000ના ખર્ચે ફીટ કરાવવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા વિવિધ પ્રાથમિક સ્કૂલો, લાઈબ્રેરી, આરોગ્યકેન્દ્ર, વોર્ડ ઓફીસ વગેરે જેવા 24 જેટલા લોકેશન/બિલ્ડીંગો પર અંદાજિત 112કેડબલ્યુ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે રૂ.68,00,000નો ખર્ચ કરવામાં આવેલ છે. આ સોલાર પ્લાન્ટથી માસીક અંદાજિત 13,440યુનિટ જનરેટ થાય છે. જેનાથી મહિને રૂ.1, 41,14,240 તથા વાર્ષિક રૂ.13,70,880 બચત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application