સ્થાનીક સ્વરાયની ચૂંટણીના બ્યુંગલ વાગી ચુકયા છે ચૂંટણી લડવા ઉમેદવારો મુરતીયા બનવા આતુર બન્યા છે એ સમયે શનિવારે ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદેવારોને ફોર્મ ભરવા આદેશ આપતા ઉપલેટા નગરપાલિકાના ચૂંટણી લડવા માટે ૧૧૨ મુરતીયાઓ મેદાનમાં આવ્યા છે.
શિયાળા–ઉનાળાના વાતાવરણ વચ્ચે નગરપાલિકાની ચુંટણી જાહેર થતાં શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉપલેટા નગરપાલિકા કુલ ૩૬ બેઠકોના નવા વોર્ડ માટે ભાજપ ૩૬, કોંગ્રેસ ૩૭, આમ આદમી પાર્ટી ૧૮, સમાજવાદી પાર્ટી ૭, સીપીએમ ૬, અપક્ષ ૬, એઆઈએમઆઈએમ ૧ મળી કુલ ૧૧૨ ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસ બાદ આજે તમામ ફોર્મની ચકાસણી થયા બાદ આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના સમય બાદ બપોરે ચાર વાગે ચિત્ર સ્પષ્ટ્ર થશે. ત્યાર બાદ ૧૬મીએ અને ૧૮મીએ મત ગણતરી હાથ ધરવાામાં આવશે. શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ હોવાથી ફોર્મ ભરવા ધસારો થતાં મામલતદાર કચેરીએ બંદોબસ્ત ગોઠવવો પડયો હતો.
ભાજપના ઉમેદવારના ફોર્મ ભરતી વખતે ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, પુર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, નોટરી અને વકીલ લલીતભાઈ પાદરીયા, દિપકભાઈ સુવા, કિરીટભાઈ જાવિયા, હરસુખભાઈ સોજીત્રા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. જયારે કોંગ્રેસની ઉમેદવારી વખતે શહેર કોંગ્રેસના મહામંત્રી કમલેશભાઈ વ્યાસ, કાનભાઈ સુવા, કિરણભાઈ વસોયા, વિનુભાઈ બારાઈ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech