મકરસંક્રાતિએ ૧૧૧ વીજ ફીડર ધબાય નમ:

  • January 15, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે મકરસંક્રાંતિના પતગં પર્વને અનુલક્ષીને પીજીવીસીએલ તત્રં દ્રારા શહેરના ૨૧ સબ ડિવિઝનોમાં ઇજનેરો સહિતનો ટેકનિકલ અને લાઇન સ્ટાફ સ હોવાના કરાયેલા દાવા પોકળ પુરવાર થયા હોય તેમ કાલે દિવસ પર શહેરના મોટાભાગના વિસ્તારોમાં લગભગ આખો દિવસ વીજ પુરવઠો બધં રહેતા લોકોની પતંગોત્સવની ઉજવણીમાં વિક્ષેપ પડો હોવા ઉપરાંત ઘરમાં રહેલા પરિવારજનોને પણ લાઈટ વિના મુશ્કેલીનો સામનો કરવો પડો હતો.
સબ ડિવિઝનો મુજબના ફોલ્ટ સેન્ટરોના ફોન મોટેભાગે વ્યસ્ત આવતા હતા, અને ફોન લાગે તો તમારા વિસ્તારની ફરિયાદ મળી ગઈ છે તેવા રેકોર્ડ થયેલા જવાબ અપાતા હતા, કસ્ટમર કેર સેન્ટરને અઢી હજારથી વધુ ગ્રાહક હોય લાઈટ કયારે આવશે? એવી પૂછપરછ કરી હતી.
આના કારણે ગઈકાલે મોટેભાગે શહેરમાં વીજળી ગાયબ રહ્યા છતાં માત્ર ૮૨ કમ્પ્લેન નોંધાઇ હતી. જેમાં ૧૧૧ જેટલા ફીડર ટિ્રપ થયા હોવાનું જાહેર કરાયું છે.
પતંગના પર્વ નિમિત્તે પીજીવીસીએલ દ્રારા રાજકોટ શહેરના ૨૧ સબ ડિવિઝનો હેઠળના પતંગોને કારણે કે અન્ય રીતે ખોરવાતો વીજળી પુરવઠો પૂર્વવત કરવા અને ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ઇજનેરો અને લાઇન સ્ટાફની ૧૫ ની એક એવી ૨૪ ટીમો બનાવીને ૩૬૦નો સ્ટાફ લગાડાયો હોવાના દાવા વચ્ચે ગઈકાલે સવારથી જ વીજળી ખોરવાવાના પુષ્કળ બનાવો બન્યા હતા, જેની કમ્પ્લેન કરવા માટે સબ ડિવિઝનો ના ફોલ્ટ સેન્ટરોમાં ફોન કરવામાં આવે તો મોટેભાગે વ્યસ્ત આવતા હતા, કસ્ટમર કેર સેન્ટર ખાતે પણ ફીડર ટ્રીપ થયો છે, કામ ચાલુ છે થોડીવારમાં લાઈટ આવી જશે એવી હૈયાધારણો આપવામાં આવતી હતી, પરંતુ બે અઢી કલાકે લાઇટ આવે અને પાંચ દસ મિનિટમાં પાછી લાઈટ બધં થઈ જાય એવી પરિસ્થિતિ મોડી રાત સુધી ચાલુ રહેતા પતંગરસિયાઓ તેમજ અન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
પીજીવીસીએલની વોટસએપ કમ્પ્લેનમાં વિગતવાર ફરિયાદ કરવામાં આવે તેમાં પણ કમ્પ્લેન રિસિવ્ડ બાય અધર કસ્ટમર ઇન યોર એરીયા, સ્ટાફ ઇઝ ઓલરેડી વકિગ ઓન ઇટ ટૂ રિસોલ્વ. એવો એક જ જવાબ પ્રસારિત કરાતો હતો.
દરમિયાન જાણવા મળ્યા મુજબ ગઈકાલે સૌરાષ્ટ્ર્ર કચ્છ – કુલ ફરિયાદ  ૨૪૮ કમ્પ્લેનમાં રાજકોટ સિટીની ૮૬ ફરિયાદો નોંધાઇ હતી. તેમજ કસ્ટમર કેર સેન્ટરમાં લાઈટ અંગે પુછપરછ કરતા અંદાજે ૨૫૦૦ ફોન કોલ્સ મળ્યા હતા.
સવારથી મોડી સાંજ સુધીમાં ફીડર ટિ્રપ થવાની અને ફોલ્ટ થવાની ૧૧૧ ઘટના સર્જાઇ હતી, યારે એરિયા વાઈઝ ફોલ્ટમાં ધરમ નગર, મેડીકલ, રેલનગર, પ્રભાત સોલ્વન્ટ, મીરા નગર ફીડર, રવિ રત્ન, આલીશાન, ધર્મજીવન, સ્વાતિ પાર્ક, સર્વેાદય, રણુજા, સાઈબાબા ફીડર ઉપરાંત મેંગો માર્કેટ, ગ્રીનલેન્ડ, બેડીપરા, સાત હનુમાન, જંગલેશ્વર, નવદુર્ગા ફીડર સહિતના અનેક વિસ્તારોમાં ફોલ્ટ સર્જાયા હતા, જેને કારણે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં વિક્ષેપ સર્જાતા રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application