ધોરણ ૧૦–૧૨ની પરીક્ષા પર રખાશે બાજનજર: પરીક્ષા કેન્દ્રોનું રેકોર્ડીં

  • January 18, 2024 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. કમુરતા પૂરા થતાની સાથે જ શિક્ષણ તત્રં દ્રારા બોર્ડની પરીક્ષાની તૈયારીઓનો ધમધમાટ શ થઈ ગયો છે. હાલમાં પરીક્ષા ને સંબંધિત સૂચનાઓ અને નિર્ણયો લેવાઈ રહ્યા છે જેમાં દરેક પરીક્ષા સેન્ટરોમાં પેપર શ થાય અને પૂરા થાય ત્યાં સુધીનું રેકોડિગ કરવા માટે સૂચના આપવામાં આવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી માર્ચમાં લેવાનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાને લઇને ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં દરેક પરીક્ષા સેન્ટરોને પરીક્ષા શ થવાના અને પૂરી થવાના ૧૫ મિનિટ સુધીનું રેકોડિગ થશે.

શિક્ષણ બોર્ડ દ્રારા આગામી માર્ચમાં લેવાનારી પરીક્ષાઓની તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. બોર્ડની તાજેતરમાં મળેલી પરીક્ષા સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયના અનુસંધાનમાં જે સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે તેને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. દરેક કેન્દ્રો પર સીસીટીવી લગાવવાના રહેશે. આ કેમેરા ચાલુ છે કે નહીં તેની ચકાસણી પરીક્ષા પહેલા કરવાની રહેશે. સીસીટીવી એવી રીતે ગોઠવવા કે સમગ્ર બ્લોકને આવરી લેવામાં આવે. દરેક બ્લોકની બેકઅપ ફાઇલ પણ રાખવાની રહેશે. પરીક્ષા કેન્દ્રના એન્ટ્રી એટલે કે આગળના પ્રવેશદ્રાર અને પાછળના પ્રવેશદ્રાર પર ખાસ સી સી ટી વી લગાવવાના રહેશે. આ કેમેરામાં પરીક્ષા શ થાય તેના ૧૫ મિનિટ પહેલા અને પરીક્ષા પૂરી થયાના ૧૫ મિનિટ પછીનું રેકોડિગ કરવાનું રહેશે. પરીક્ષા દરમિયાન દરેક કલાસમનું રેકોડિગ કરવાનું હોય છે તે પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.

આ ઉપરાંત રેકોર્ડીગની એક કોપી બોર્ડ માટે અલગ રાખવાની રહેશે અને તેમાં બોર્ડ કોપી એવો ઉલ્લેખ કરવાનો રહેશે. આ ઉપરાંત દરરોજ રેકોડિગની કોપી કચેરીમાં જમા કરાવવાની રહેશે. પરીક્ષા દરમિયાન કેવા પ્રકારની વ્યવસ્થા રાખવી તે અંગે શિક્ષણ વિભાગ દ્રારા દ્રારા દરેક સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષાને લઈને ટૂંક સમયમાં એકશન પ્લાન પણ જાહેર કરવામાં આવશે આ એકશન પ્લાન અંતર્ગત જિલ્લા શિક્ષણ તત્રં દ્રારા કામગીરી શ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application