રમતગમતમાં ઉત્સાહ અને જુસ્સો બતાવવા માટે ઉંમર બાધારૂપ બનતી નથી. હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના કદમાના 107 વર્ષના દાદી રામબાઈએ આ વાત સાબિત કરી છે. દાદી રામબાઈ, જેઓ ઉડનપરી તરીકે જાણીતા છે, તેમણે હૈદરાબાદમાં યોજાયેલી પાંચમી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો એટલું જ નહીં, હરિયાણાનું પ્રતિનિધિત્વ કરીને દોડ સ્પધર્મિાં બે ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. રામબાઈની પૌત્રી શર્મિલા સાંગવાને પણ સ્પધર્મિાં પોતાની પ્રતિભા દશર્વિી હતી.
ચેમ્પિયનશિપ્ના આયોજકોએ 2500 ખેલાડીઓની સામે રામબાઈને પ્રેરણા સ્ત્રોત તરીકે રજૂ કયર્િ હતા. રમતગમતના મેદાનમાં રામબાઈનો ફોટો, ઉંમર અને સિદ્ધિઓ દશર્વિતા બેનરો લગાવવામાં આવ્યા હતા. તેની પૌત્રી શર્મિલાએ જણાવ્યું કે રમતના મેદાનમાં પોતાનો ફોટો જોઈને નાની હસી પડી. દાદી રામબાઈની 65 વર્ષની પુત્રી સંત્રા દેવીએ અલગ-અલગ ઈવેન્ટમાં ત્રણ મેડલ જીત્યા. રામબાઈએ નેપાળમાં ઈન્ટરનેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્ની 100 અને 200 મીટર દોડ સ્પધર્મિાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે મલેશિયામાં 100 અને 200 મીટર રેસ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.
રામબાઈ ચરખી દાદરી જિલ્લાની સૌથી વૃદ્ધ મહિલા છે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પધર્ઓિમાં સતત ગોલ્ડ મેડલ જીતી રહી છે. તેની પૌત્રી શર્મિલાથી પ્રેરિત થઈને તેણે ચાર વર્ષ પહેલાં રમતગમતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પધર્ઓિમાં 50 મેડલ જીત્યા છે. એક સપ્તાહમાં તેણે બે રાષ્ટ્રીય ઈવેન્ટમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. તાજેતરમાં તેણે રાજસ્થાનના અલવરમાં 100 મીટર દોડની સ્પધર્મિાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રામબાઈની જેમ તેમની બે પુત્રીઓ સુંદર દેવી (70) અને સંત્રા દેવી (65) પણ એથ્લેટ છે. બંનેએ રાષ્ટ્રીય સ્પધર્ઓિમાં મેડલ જીત્યા છે. રામબાઈ તેની પુત્રીઓ અને પૌત્રીઓ સાથે મોટાભાગની સ્પધર્ઓિમાં ભાગ લે છે. નિયમિત ચાલવું અને ઘરનું રાંધેલું ભોજન એ રામબાઈના સ્વાસ્થ્યનું રહસ્ય છે. તે સવાર-સાંજ અડધો લીટર દૂધ પીવે છે. ઘી, ચુરમા, દહીં અને રોટલી ખાય છે. તે સવારે અને સાંજે ખેતરોમાં ફરવા જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech