બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. થોડા અઠવાડિયા પહેલા દેશભરમાં શરૂ થયેલી હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 105થી વધુ લોકો માયર્િ ગયા છે. શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારે ચિંતાજનક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યુ અને સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. લાકડીઓ, સળિયા અને પથ્થરો સાથે રસ્તાઓ પર ફરતા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બસો અને ખાનગી વાહનોને આગ ચાંપી રહ્યા છે. પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 2500 થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. દેશમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ભારતે આ હિંસક વિરોધને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાડોશી દેશમાં રહેતા 15,000 ભારતીયો સુરક્ષિત છે, જેમાંથી લગભગ 8,500 વિદ્યાર્થીઓ છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશન દેશમાં પાછા ફરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને પયર્પ્તિ સુરક્ષા પ્રદાન કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. બાંગ્લાદેશથી 125 વિદ્યાર્થીઓ સહિત 245 ભારતીયો પરત ફયર્િ છે.
ભારતીય હાઈ કમિશને પણ 13 નેપાળી વિદ્યાર્થીઓને પરત લાવવામાં મદદ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ભારતીયોની સુરક્ષાના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ જયશંકર પોતે આ મામલાની નજીકથી નજર રાખી રહ્યા છે. બેનાપોલ-પેટ્રાપોલ, પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત છે; ત્રિપુરામાં ગેડે-દર્શના અને અખૌરા-અગરતલા ક્રોસિંગ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોના પરત ફરવા માટે ખુલ્લા રહેશે. ભારતીય હાઈ કમિશન બીએસએફ અને ઈમિગ્રેશન બ્યુરો સાથે સંકલન કરીને બાંગ્લાદેશથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની સુવિધા આપી રહ્યું છે.
આ અઠવાડિયે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી, જોબ રિઝર્વેશનનો અંત લાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનને કારણે સત્તાવાળાઓએ બસ અને ટ્રેન સેવાઓ બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર દેશમાં શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરવી પડી હતી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળનો આ વિરોધ મુખ્યત્વે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારની જોબ ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ છે. આ સિસ્ટમ અમુક જૂથો માટે સરકારી નોકરીઓનો નોંધપાત્ર હિસ્સો અનામત રાખે છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની દલીલ છે કે આ ક્વોટા પ્રણાલી ભેદભાવપૂર્ણ છે અને મેરીટોરીયસ ઉમેદવારોને સરકારી પદો મેળવવાથી અટકાવે છે.
આ મુદ્દે અગાઉ પણ હોબાળો થયો છે. 2018 માં, સમાન હિંસક વિરોધને પગલે, હસીનાની સરકારે સરકારી નોકરીઓમાં મુક્તિ યુદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે 30 ટકા ક્વોટા સિસ્ટમને સ્થગિત કરી દીધી હતી. સરકારના આ નિર્ણયને સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ગયા મહિને હસીના સરકારના 2018ના નિર્ણયને ઉલટાવી દીધો હતો અને 1971ના મુક્તિ યુદ્ધમાં યોગદાન આપ્નારાઓના વંશજો માટે ક્વોટા પુન:સ્થાપિત કર્યો હતો. કોર્ટના આ નિર્ણયના વિરોધમાં બાંગ્લાદેશમાં 1 જુલાઈથી ઉગ્ર અને હિંસક દેખાવો થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech