રાજકોટની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઈવે રોડ પર ક્રિષ્ના વોટરપાર્ક પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી સ્કોર્પીયો કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી રૂપિયા 2.44 લાખનો 1,044 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના આ જથ્થા સાથે નામચીન ચંદ્રેશ ઉર્ફે કાળીયો સહિત બે શખસોને પકડી પાડ્યા હતા. દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 11.79 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની પૂછતાછમાં દારૂનો આ જથ્થો કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનો હોવાનું સામે આવ્યું હતું તેમજ દારૂ ધાંગધ્રાથી આવ્યો હોવાનું અને તેમાં રવિ નામના શખસનું પણ નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ મહેશભાઈ ચાવડા અને હરપાલસિંહ જાડેજાને એવી બાતમી મળી હતી કે, રાજકોટ-અમદાવાદ હાઈવે પર એક કારમાં દારૂના મોટા જથ્થાની હેરફેર થનાર છે જેથી પીએસ આઇ ગરચર સાથે ટીમના અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, અશ્ર્વિનભાઇ પંપાણીયા સહિતના એ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અહીં ક્રિષ્ના વોટરપાર્ક પાસે વોચ ગોઠવી હતી દરમિયાન એક નંબર પ્લેટ વગરની કાળા કલરની સ્કોર્પિયો કાર પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી.
પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી 2,44,800 ની કિંમતનો 1044 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે કોઠારીયા ચોકડી પાસે ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી નંબર છ માં રહેતા ચંદ્રેશે કાળીયો જગદીશભાઈ ચાઉં (ઉ.વ 38) અને ઉતમારામ જગનારામ પુરોહિત(ઉ.વ 29 રહે. ધાંગધ્રા તા. સુરેન્દ્રનગર) ને ઝડપી લીધો હતો પોલીસે દારૂનો આ જથ્થો સ્કોર્પિયો કાર સહિત કુલ રૂપિયા 11,79,800 મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો ધાંગધ્રા તરફથી કારમાં ભરી અહીં લાવવામાં આવી રહ્યો હતો.દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રાજકોટ હર્ષદ માણેકલાલ માંડલિયા ઉર્ફ હર્ષદ મહાજનનું નામ ખુલ્યું હતું. તેમજ ધાંગધ્રાથી રવિ જગદીશભાઈ ચૌહાણે કારમાં દારૂ ભરી અહીં મોકલ્યો હોવાનું માલુમ પડતા પોલીસે આ બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.દારૂ સાથે ઝડપાયેલ ચંદ્ર ઉર્ફે કાળીયા સામે અગાઉ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધાઇ ચૂકયા છે. તેની સામે દારૂના 12 ગુના તેમજ જાહેરનામા ભંગનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech