પિતૃ તર્પણ માટે ૧૦૦વાર કાશી એકવાર પ્રાંચી

  • April 09, 2024 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાચી તિર્થમાં ચૈત્ર માસમાં લોકો ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડશે  જે પિતૃઓ ધૂત રૂપે આ દિગંત આત્માઓના ઉદ્ધાર માટે સૌરાષ્ટ્રથી લઈ ગુજરાત તથા ભારત ભરમાં મોક્ષ આપતા તીર્થો છે, જે મૃતકોને તેમના કર્મ દોષ થી મુક્તિ અપાવવા તીથોંમાં જઈ તેમના પરિવારજનો દ્વારા વિવિધ વિધિ કરી દોષમુક્ત કરાય છે. સોમનાથથી નજીક પ્રાચી તીર્થ મહાત્મય શાસ્ત્રોમાં વર્ણવેલ છે એટલે જ શ્રદ્ધાળુઓ ઘણી વખત બોલે છે સો વાર કાશી એકવાર પ્રાચી આ પ્રાચી તીર્થમાં નાના મોટા મંદિરોની સાથે વિધિ કરવાના સ્થાન છે આ તીર્થમાં આખા વર્ષ દરમિયાન જેમાં ચાર માસનું પૂનમનું મહત્વ અનેરૂ છે, જેમાં કાર્તિક પૂનમ ચૈત્રી પૂનમ શ્રાવણી પૂનમ અને ભાદરવી પૂનમમાં ખાસ પૂજા થાય છે અહીં શ્રદ્ધાળુઓ  આવી તેમના કુળના દિવગંત આત્માં ના ઉદ્ધાર કરે છે કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવો સૌરાષ્ટ્ર ક્ષેત્રના તીર્થાટન દરમિયાન તેના માથે લાગેલા ગોત્ર હત્યાના તથા બધા પાપો માથે મુક્ત થવા અહીં વિધિ-વિધાન કરી દાન-દક્ષિણા આપી હતી. ત્યારબાદ પાપમુક્ત થયા હતા એટલું જ નહીં આ સ્થળે હાલ પીપળાનું વૃક્ષ છે ત્યાં જ વિધિ કરેલ તે મોક્ષ પીપળો હાલ પણ પૂજનીય છે અને તેમના દ્વારા માધવરાયજી પ્રભુ લક્ષ્મીજી સાથે પ્રાગટ્ય ત્યાજ નજીકમાં વેણી માધવ નામના વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને ધર્મરાજાને પ્રત્યક્ષ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા ત્યાં જે કોઈ મનુષ્ય જય સરસ્વતી કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડી વેણી માધવના દર્શન કરે સે તે સર્વ પાપથી મુક્ત થઈ સારી રીતે યાત્રાધામના ફળને પામે છે તેથી પિતૃઓ નર્કથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે તે મંદિર સરસ્વતી નદીમાં વચ્ચે છે. આ ક્ષેત્રમાં જે ભાવિક ભકતો નિસંતાન છે તેને અહીં નારાયણ બલી ની વિધિ કરાવવામાં આવે છે વિધિ બાદ ત્રિવેણી સ્થાને એક જ વસ્ત્ર થી સ્નાન કરી ભૂદેવોને ભોજન દાન આપી વિદ્વાનોના આશીર્વાદથી તે નિસંતાન દોષ માંથી મુક્ત થઈ સંતાન પ્રાપ્તિ થાય છે. કોઈ કાળે આ સ્થળે રાજા જન્મેજય તળાવમાં કાળાસાઢ સાથે સ્નાન કરતા તેને કાળો કોઢ નીકળેલો. આથી એણે આ પ્રાચી તીર્થમાં વિવિધ વિધિવત પૂજા સ્નાન દાન પુણ્ય બાદ તેનો કોઢ દૂર થયેલો. આથી ઘણા ક્ષેત્રેને સાંઢ તીર્થ પણ કહે છે. આ તીર્થમાં જગતગુરુ શ્રી મંદ વલ્લ ભાચાર્યજીની બેઠક પણ અહીં છે. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના અનુયાયીઓનુ પણ આ તીર્થ છે. આ તીર્થમાં સયાજીરાવ ગાયકવાડના દિવાન વિઠોબાજી દ્વારા બે મંદિર બાંધવામાં આવેલ છે જે આજે વિઠલેશ્ર્વર તથા અર્જુનાર તરીકે ઓળખાય છે અને પુજાય છે. પાંડવોના કાળમાં આ જ સ્થળે ધર્મરાજાની સાથે પૃથ્વી માતાએ વાદવિવાદ કરેલ આ પ્રાંચી તીર્થનું નામ પ્રાચી કેમ પડયું ! તે બાબત જોઈએ તો હંમેશા સરસ્વતી નદીનું વર્તુળ હંમેશા સમુદ્ર તરફ જતું હોય છે. આથી જ તેને પશ્ચિમ કે દક્ષિણ દામિની કહે છે, પણ કાંય પૂર્વમાં જતી નથી તેનું વહેણ પૂર્વમાં જતુંહોવાથી તેને પ્રાચી કહે છે. આ તીર્થ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા પૂજ્ય કસ્તુરબા આવેલ અને તેવોના અસ્થિ વિસર્જન અહિ કરવામાં આવેલ પ્રાચી તિર્થ ખાતે રહેતા માટે સમાજોની ધર્મશાળા આવેલ છે તેમજ પ્રાચી તિર્થ નેશનલ હાઇવે ઉપર સોમનાથ મંદિરથી પચ્ચીસ કિલોમીટર આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application