શહેરમાં ઘાસ ભરીને ઘૂસેલા 10 વાહન જપ્ત જામ્યુકોની યોગ્ય કાર્યવાહી

  • March 22, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં કેટલ પોલીસીનો અમલ શ થઇ ચુકયો છે. મ્યુ.કમિશનર ડી.એન. મોદીએ જાહેરમાં ઘાસ વેચતા લોકોને ઘાસ ન વેચવા અપીલ કરી છે. અને બીજી તરફ દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કેટલ પોલીસીનો અમલ કરાવવા તંત્ર મેદાને પડયુ છે. ગઇકાલે બપોર બાદ એસ્ટેટ શાખા દ્વારા ઘાસ ભરેલા દસ વાહનો પકડીને જપ્ત કરાયા હતા અને તેમાં રહેલો ઘાસનો જથ્થો હાપામાં આવેલી જેએમસીની ગૌશાળામાં નાખી દેવામાં આવ્યો હતો. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તમારે દાન પુણ્ય કરવું હોય તો હાપાની ગૌશાળા પાંજરાપોળ અને રણજીતસાગર રોડ પર આવેલ ઢોરવાડામાં ઘાસ આપી દેવું.

જામનગર શહેરમાં છેલ્લા ચાર- પાંચ દિવસથી રખડતા પશુઓને ડબ્બે પુરવાની કામગીરી શ થઇ ચુકી છે. માલિકોને પશુઓની ઓળખ થાય તે માટે ટેગ લગાવવા સુચના આપી દેવાઇ છે. રવિવાર સુધીમાં પશુઓની યોગ્ય વ્યવસ્થા કરવા નહિંતર કેટલ પોલીસી અંતર્ગત કડક પગલા લેવામાં આવશે. તેવી ચીમકી પણ આપી દેવામાં આવી છે.

શહેરનાં જુદા જુદા વિસ્તાર કાલાવડ નાકા બહાર, મહાપ્રભુજીની બેઠક, મહાકાળી સર્કલ, દિગ્જામ સર્કલ, પવનચકકી, મા કંસારા હોલ સહિતના અનેક વિસ્તારોમાંથી ઘાસચારો ભરેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સીટી ઇજનેર ભાવેશ જાનીની સુચનાથી એસ્ટેટના નીતીન દીક્ષિત, અનવર ગજજણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને નીતીન મહેતાએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application