રાજકોટ માર્કેટ યાર્ડમાં પહેલા નોરતે ૧૦ હજાર ગુણી મગફળીની આવક

  • October 03, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વરસાદની આગાહી અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે આજે પહેલા નોરતે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ૧૦ હજાર ગુણી મગફળીની આવક થઇ હતી, યારે કપાસમાં ૫૦૦૦ મણની આવક નોંધાઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ડિરેકટર દિલીપભાઇ પનારાએ જણાવ્યું હતું કે આજની હરરાજી મગફળીમાં ૧૦ હજાર ગુણીની આવક સામે ભેજયુકત દાણા વાળી મગફળીનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૯૦૦થી ૧૦૦૦ રહ્યો હતો, યારે અન્ય મગફળીમાં ગુણવત્તા અનુસાર .૧૧૦૦ થી ૧૪૦૦ સુધીનો ભાવ રહ્યો હતો. યારે કપાસમાં ૫૦૦૦ મણની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ટોપ કવોલિટીમાં .૧૭૦૦ સુધી રહ્યો હતો. હવે વાતાવરણ સ્વચ્છ થતું જશે તેમ ઉત્તરોત્તર મગફળી અને કપાસની આવકમાં વધારો થશે. દશેરાથી ઓઇલમિલોમાં પિલાણ તેમજ જિનિંગ મિલોમાં પણ મુહર્ત થતા હોય દશેરાથી ધૂમ આવકો શ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application