શહેરના વિજયરાજ નગર ખાતે રહેતા અને ગોગાના પીપરલા ગામે જમીન ચલાવતા આધેડ ની જમીન પર ૧૦ શખ્સોએ ઘુસી સીસીટીવી થાંભલા અને કેમેરાના વાયર કાપી પથ્થર મારો કરી ગાર્ડને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના વિજયરાજનગર ખાતે રહેતા અને ઘોઘા તાલુકાના પીપરલા ગામે જમીન ધરાવતા ભરતભાઈ બાબુભાઈ પટેલ તા. ૧૮-૦૮૨૪૨૪ના રોજ પોતાની વાડીએ ગયા હતા. ત્યારે શંભુ ઓધાભાઈ મકવાણાના પત્ની તેની સાથે એક અજાણ્યો માણસ તેમજ વિપુલ, દેવજીભાઈ બારૈયા(રહે.પીપરલા ) તેમજ જયેશ ડાભી (સસ્પેન્ડ તલાટી મંત્રી) વાડીમાં જમીનમાં ગેર કાયદેસર પ્રવેશ કરી અને ફીટ કરાવેલ સી.સી,ટી, વી કેમેરા તોડી,કેમેરાના વાયર કાપી હતા, અને આ કેમેરા જે થાંભલા ઉપર ફીટ કરેલા હતા. તે ખેચી નાખેલા હતા, આ બાબતે તેઓને ઉભા રાખી પુછવાનો પ્રયત્ન કરતા તેઓ મોટર સાયકલ ઉપર ત્યાંથી નાસી ગયેલમ હતા. તેમજ તા, ૨૪-૦૮ ના રોજ મકાને ગાર્ડ હિતેશભાઈ હતા. ત્યારે પથ્થરાના ઘા ચારેય બાજુથી આવેલ જેમાં હિતેશભાઈને ગોઠણના નીચેના ભાગે તેમજ સાંથળના ભાગે પથ્થરા વાગેલ તેમજ હિતેશભાઈને તમામે ધમકી આપેલ કે, તમારે અહિયા રહેવું નહી, નહિતર જાનથી મારી નાખવો છે.
સીસીટીવી કેમેરા તાર ફેન્સીંગ સહિત મળી કુલ રૂપિયા ૫૦,૦૦૦ નું નુકસાન કર્યું હોવાની ફરિયાદ ભરતભાઈએ ઘોઘા પોલીસમાં વિપુલ દેવજીભાઈ બારૈયા, પ્રવિણ બારૈયા, નાનુ બારૈયા, વલ્લભ વલ્લભભાઈ વલ્લભભાઈ અરજણભાઈ બારૈયા, ખીમા દાનાભાઈ બારૈયા, શંભુભાઈ ઓધાભાઈ મકવાણાના તેની સાથે એ ક અજાણ્યો, જયેશ ડાભી ત્રણ અજાણ્યા શક્સ વિરુદ્ધ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના એરપોર્ટ ઉપર યોજાઇ મોકડ્રીલ
May 10, 2025 12:55 PMજામનગર જીલ્લા-તાલુકા કક્ષાએ ૭ મેડીકલ ટીમ સાધનો સાથે તૈયાર રાખવા આદેશ
May 10, 2025 12:48 PMદ્વારકા-ઓખામાં સઘન સુરક્ષાચક્ર
May 10, 2025 12:43 PMબેટ દ્વારકામાં એબવીપી દ્વારા યોજાઈ ગ્રામ્ય જીવનની અનુભૂતિ
May 10, 2025 12:36 PMભારતે IMFમાં પાકિસ્તાનની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech