રાજકોટ શહેરમાં પીસીબી પાવરમાં આવશે કે ડીસીબીનું કદ કપાશે ?નો અણસાર ગત મહિને સર્વપ્રથમ આજકાલ અખબાર દ્રારા કરાયો હતો અને જે સત્ય ઠરી રહ્યો છે. પીસીબીમાં બે પીએસઆઈ એક ડીસીબીના મુકાયા બાદ ગઈકાલે ૪૪ પોલીસ કર્મીઓ (એએસઆઈ પીપીસી) સુધીના થયેલા ઓર્ડરમાં ૧૦ પોલીસ કર્મી પીસીબીમાં મુકવામાં આવ્યા છે. પીસીબીમાં આવેલા ૧૦ ચહેરા પૈકીનાઓ ડીસીબી કરી ચુકયા છે અને હાલ ડીસીબીમાં જ છે તે બધાનો સમાવેશ થયો છે. સરવાળે પીસીબીની કામગીરી નવી પણ નવી બોટલમાં જુનો....ની માફક મુકાયા તો એ જ કામઢા, લક્ષધારીઓ જેના પરથી જ કયાસ નીકળી શકે કે, પીસીબીની હવેની કામગીરી કેવી હશે ? તેવું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે. ૪૪ પોલીસ કર્મીઓની થયેલી બદલીમાં બધાને માંગણી મુજબ મનભાવક સ્થાને મુકવામાં આવ્યા છે.
પીસીબી (પ્રિવેન્શન ક્રાઈમ બ્રાંચ) ગત તા.૩૦ના રોજ ડીસીબીના પીએસઆઈ એમ.જે.હત્પણને મુકવામાં આવ્યા હતા. જો કે, ત્યાં હજી સ્ટાફ ન હોવાથી હત્પણ ક્રાઈમ બ્રાંચમાં જ સેવા બજાવતા હતા. ગઈકાલે થયેલા પોલીસ સ્ટાફના ઓર્ડરમાં ડીસીબી (ડીટેકશન ક્રાઈમ બ્રાંચ)ના જમાદાર કિરીટસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, નગીનભાઈ ડાંગર, વાલજીભાઈ જાડા (લટકામાં ઈઓડબલ્યુ તથા ડીસીબી), હિરેનભાઈ સોલંકી જયારે ટ્રાફીક બ્રાંચના એએસઆઈ સંતોષભાઈ મોરી, મયુરભાઈ પાલરીયા, હરદેવસિંહ રાઠોડ, કરણભાઈ મારૂ (ચારેય ડીસીબીના જુના જોગી) તથા યુવરાજસિંહ રાણાને પીસીબીમાં મુકવામાં આવ્યા છે.
ડીસીબી એસીપી ક્રાઈમ તેમની ઉપર ડીસીપી ક્રાઈમ અને એડી. સીપી સુધીના અંડરમાં હોય છે. જયારે પીસીબી ડાયરેકટ સીપીના જ અંડરમાં રહેતી હોવાથી પીસીબીનો પાવર અન્ય શહેરોમાં કરટં વાળો છે તેમ કદાચ આવનારા દિવસોમાં પીસીબી રાજકોટમાં પણ ડીસીબીથી ઉપરના પાવરમાં આવશે તેવા જાણકારોને અણસાર દેખાઈ રહ્યા છે ચર્ચા છે. પીસીબીમાં ૧૦ જવાનો સાથે શહેર પોલીસમાં ૪૪ કર્મીઓની આંતરીક બદલીઓ કરાઈ છે. ટ્રાફીક શાખામાંથી પીસીબીમાં મુકાયેલા ચાર ચહેરા તો એવા છે કે, જે તાજેતરમાં જ પ્રમોશન લઈ ડીસીબીમાંથી ટ્રાફીક શાખામાં ગયા હતા અને નસીબદાર બનીને પાછા થોડા દિવસોમાં જ પીસીબીમાં મુકાયા છે. જે ૧૦ ચહેરા આવ્યા તે તમામ કાં તો ક્રાઈમ બ્રાંચ કરી ચુકયા છે અથવા ક્રાઈમ બ્રાંચમાં જ છે માટે ડીસીબીનું નવું રૂપ હવે પીસીબી બનશે એવું દેખાઈ રહ્યું છે. જો પીસીબીને શહેરમાં ગુનાખોરી પર કંટ્રોલ રાખવા માટે એકટીવ કરવામાં આવી રહી હોય તો પીસીબી પર પુરતું મોનીટરીંગ જરૂરી બની રહેશે તેવું જાણકાર અધિકારીઓનું માનવું છે
ક્રાઈમ બ્રાંચની કરામતો, કામગીરી હવે પીસીબીમાં શરૂ થશે કે કેમ ?
પીસીબીમાં જે ઓર્ડરો થઈ રહ્યા છે અને મહત્તમ તો ડીસીબી (ક્રાઈમ બ્રાંચ)ના જ મુકાય છે હવે પીસીબીમાં પીઆઈ પણ મુકાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. પીસીબીમાં સ્ટાફ મુકાતા હવે પીસીબી દોડતી થશે. અમદાવાદ, વડોદરા, સુરત શહેરમાં મોટી કામગીરી, કામો પીસીબી જ પાર પાડે છે. હવે એ રસમ રાજકોટમાં શરૂ થશે. પીસીબી પાવરમાં આવી જતાં ડીસીબીના દિવસો હળવા અથવા ડીટેકશન પુરતા બની રહેશે અને દારૂ, જુગાર, જીએસટી, શીરપ કે આવા અનેક કામો પીસીબી કરશે કે કેમ ? ક્રાઈમ બ્રાંચ તો અત્યાર સુધી ચાલતી કરામતો, કામગીરીઓ હવે પીસીબીમાં થશે ! તેવી ચર્ચાઓ વહેતી થઈ છે
બદલીઓમાં પેરોમીટર શું ? હરીફરીને એના એ જ ચહેરાઓ રિપીટ થશે ?
રાજકોટ શહેરમાં આંતરીક બદલીઓમાં નવી સિસ્ટમ મુજબ હવે કમીટીમાં બદલી અરજી આવે સંલ ડીસીપી, એડી. સીપી સહિતના અધિકારીઓ ચકાસણી કરે રીપોર્ટના આધારે ઈન્ટરવ્યુ અને આખરે બદલીઓના ઓર્ડર સીપી દ્રારા કરાય છે. માંગણી મુજબના સ્થાને મુકાઈ રહ્યા છે. સારી મલાઈદાર જગ્યાઓએ તો જવાની મહત્તમને ઈચ્છાઓ હોય જ પરંતુ અરજદાર કર્મીના આગળ પાછળના પોસ્ટીંગ, પેરામીટર ધ્યાને લઈને બદલીઓ કરવામાં આવે તો કોઈક નવાને ચાન્સ મળી શકે બાકી તો ડીસીબી, પીસીબી, એસઓજીમાં હરીફરીને એના એ જ ચહેરા રીપીટ થતાં રહેશે તેવા ઉત્સુક સનિ કર્મીઓમાં ચર્ચા હશે કે પછી જુનાઓ ચોકકસ લક્ષધારીઓ હોય છે એટલે જ તેમને રીપીટ કરાતા રહેતા હશે ? તેવો પણ ગણગણાટ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech