ગાઝાની અલ-અવદા હોસ્પિટલ પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈક, 5 પત્રકાર સહિત 10ના મોત

  • December 26, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વહેલી સવારે ગાઝા પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈકથી 5 પત્રકાર સહિત 10 લોકો માર્યા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાઝા હેલ્થ ઓથોરિટીના ડોક્ટરોએ આ અંગે માહિતી આપી છે. ગાઝા સિટીના ઝિટાઉન પડોશમાં એક ઘર પર ઈઝરાયેલી હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા, ડોક્ટરોએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. 


હોસ્પિટલ નજીક હુમલામાં 5 પત્રકારોના મોત
એક અલગ ઘટનામાં, મધ્ય ગાઝાના નુસિરાતમાં અલ-અવદા હોસ્પિટલ નજીક વાહનો પર હુમલો થતા 5 પત્રકારોના મોત થયા હતા, એમ એન્ક્લેવમાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. પત્રકાર અલ-કુદસ અલ-યુમ ટેલિવિઝન ચેનલ માટે કામ કરતો હતો. આ હુમલા અંગે પેલેસ્ટિનિયન મીડિયા અને સ્થાનિક પત્રકારોએ અહેવાલ આપ્યો છે કે જે વાહન પર હુમલો કરવામાં આવ્યો તે મીડિયા વાન હતી.


વાનમાંથી પત્રકારો રિપોર્ટિંગ કરી રહ્યા હતા
આ હુમલા સાથે જોડાયેલી માહિતી સામે આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, પત્રકારો દ્વારા હોસ્પિટલ અને નુસીરત કેમ્પની અંદરથી રિપોર્ટિંગ કરવા માટે વાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. કથિત હુમલાઓ અંગે હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ ટીપ્પણી કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application