બસ થઇ ઉંધા માથે.... દશ મુસાફરોને ઇજા...
જામનગર નજીક ચેલા ગામથી આગળ હાઇવે પર ગઇકાલે સાંજે ખાનગી બસ પલ્ટી મારી જતા અંદર બેઠેલા મુસાફરોમાં દેકરો બોલી ગયો હતો, બસ ગુલાટ મારી જતા પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોચી હતી અને મહા મુસીબતે બારી વાટે બહાર કાઢયા હતા.
***
અફડા તફડીનો માહોલ : ઇજાગ્રસ્ોતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા: બે ને ગંભીર ઇજા
જામનગર નજીક ચેલા-ચંગા પાસે ગઇ સાંજે શ્રમિકોને મોટી ખાવડી તરફ લઈ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી, જે અકસ્માતમાં બસની અંદર બેઠેલા શ્રમિકોમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં બેઠેલા ૧૦ જેટલા શ્રમિકો ઇજા ગ્રસ્ત બન્યા હતા, અને તમામને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી બે શ્રમિકોને ગંભીર ઈજા થઈ છે. આ બનાવ અંગે ખાનગી બસના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
ઝારખંડ થી ટ્રેન મારફતે ૪૦ જેટલા શ્રમિકો જામનગર તરફ આવ્યા હતા, અને મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં પહોંચાડવા માટે તેઓને જી.જે.-૦૧ડીએક્સ-૨૧૯૨ નંબરની ખાનગી લકઝરી બસ મારફતે મોટી ખાવડી લઇ જવામાં આવી રહ્યા હતા.
જે દરમિયાન ચેલા-ચંગા ગામના પાટીયા પાસે એકાએક ખાનગી લકઝરી બસ રોડ થી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી, જે અકસ્માતના બનાવને લઈને બસની અંદર બેઠેલા શ્રમીકોમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની જાણ થતાં જામનગર આસપાસની જુદી જુદી ત્રણ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ બનાવના સ્થળે પહોંચી હતી, અને દસેક જેટલા ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં બે શ્રમિકને ગંભીર ઇજા થઇ છે. બાકીના ને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે.
આ અકસ્માતના બનાવ પછી પંચકોસી બી. ડિવિઝનના એએસઆઇ પી.બી. ગોજીયા અને તેમની ટીમ બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા.
જે બનાવ અંગે મૂળ રાજસ્થાનના વતની અને હાલ સમર્પણ સર્કલ પાસે રહેતા કિશન મોડાજી મેઘવારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં વરૂડી ટ્રાવેલ્સના બસ ચાલક અનિલભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બસ ચાલક સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધ્યો છે, પરંતુ હાલ તે ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech