જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડમાં 15 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર

  • January 31, 2023 04:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટયું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 16 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર અને ઓરિસ્સામાં પેપર લીક થવાનું કનેક્શન સામે આવ્યું છે.આ મામલે 15 આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ આગામી 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રહેશે.

વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતાહવે ATS હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને વધુ તપાસ કરી શકે છે. જે પછી વડોદરા અને ઉત્તર ગુજરાતના વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતા છે. ATSની ટીમમુખ્ય સૂત્રધાર જીત નાયકને હૈદરાબાદથી અમદાવાદ  લઈને આવી હતી. જીત નાયકે પેપરની ચોરી કરીને પેપર પ્રદીપને આપ્યું હતું. આ પેપરલીક કાંડમાં પ્રાંતિજના વદરાડ ગામના હાર્દિક શર્માની સંડોવણી સામે આવી છે. હાર્દિક શર્મા ખાનગી નર્સીંગ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application