પડધરી પોલીસ મથકના સ્ટાફે સરપદડ નજીક જાહેરમાં જુગાર રમતા રાજકોટના રેલનગર અને પોપટપરા વિસ્તારમાં રહેતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા. આ સાથે પડધરી પોલીસે જુગારના અલગ–અલગ ત્રણ દરોડામાં ૨૨ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે. યારે પાટણવાવ પોલીસે ૯ અને લોધિકા પોલીસે ૬ પત્તાપ્રેમીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.
દાના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, પડધરી પોલીસ મથકના સ્ટાફને સરપદડ પાસે બોડી ઘોડી રોડ પર મેલડીમાના મંદિર નજીક ખુલી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ પિયા ૧૧,૪૭૦ કબજે કર્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં રાજકોટના રેલનગર અને પોપટપરા વિસ્તારમાં રહેતા કમલેશ જેતવાણી, યોગીરાજસિંહ જાડેજા, રતનલાલ તખતાની, સુરેશ નેગાણી, પરસોત્તમ વધવા, રવિ વસેલા,મહેશ વસતાણી, ભાવેશ પ્રતિમાણી, પ્રશાંત શાહીજા અને અશોક મેલવાણીનો સમાવેશ થાય છે.
પડધરી પોલીસે જુગારના બીજા દરોડામાં તાલુકાના ખોખરી ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ૬ શખસોને ઝડપી લીધા હતા. જેમાં જયુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા,મહિપતસિંહ જાડેજા, લગધીરસિંહ જાડેજા, પ્રધુમનસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૨,૪૦૦ કબજે કર્યા હતા. પડધરી પોલીસે જુગારના ત્રીજા દરોડામાં અહીંના સરપદડ ગામે સરદારનગર નજીક ખુલી જગ્યામાં જુગાર રમતાં ૭ શખસોને ઝડપી લીધા હતા. જેમાં વિવેક લુણાગરિયા, ધનજી પાંભર, પરેશ લુણાગરિયા, કલ્પેશ લુણાગરિયા, નરેશ આદરોજા, રાઘવજી કુંડારીયા અને ચંદુલાલ કુંડારીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૪,૨૦૦ કબજે કર્યા હતા.પાટણવાવ પોલીસે વાડોદર ગામ પાસે મજેવડી તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતા જેમાં હરસુખભ ઉર્ફે હરેશ નારીયા, બાબુ ડાભી, પ્રવીણ ઉર્ફે ચીકુ કુંડારીયા,ભૌતિક વીરડા, મનસુખ ઉર્ફે મનુ ડાંગર, રાજકુમાર જાડેજા, કિશન ડાંગર, કેતન ચાચાડીયા અને હર્ષ હેરભાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૪,૪૮૦ કબજે કર્યા હતા.
યારે લોધિકા પોલીસે અહીંના સાંગણવા ગામની સીમમાં વાડીના શેઢે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં જીેશ શિંગાળા, ગુલાબ સોરઠીયા, કલ્પેશ ભુવા, ગૌતમ શિંગાળા, બળદેવ ભુવા અને વિશાલ બાંભવાનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૧,૨૦૦ કબજે કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech