જુગારના બે દરોડામાં ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા: રૂા.૭૬,૨૯૦ની રોકડ કબજે

  • January 18, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં જુગારના અલગ અલગ બે દરોડામાં પોલીસે ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લઇ પટમાંથી રોકડ પિયા ૭૬,૨૯૦ કબજે કર્યા હતા. એલસીબી ઝોન વનની ટીમ અને તાલુકા પોલીસે જુગારના આ દરોડા પાડા હતા.
એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.ચુડાસમાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે નવાગામમાં શકિત સોસાયટી શેરી નંબર–૭ માં રહેતા હરેશ વિહાભાઇ પલાડીયાના મકાનમાં પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં હરેશ ઉપરાંત રામદેવસિંહ બહાદુરસિંહ ઝાલા, સંજય ભીખુભાઈ પિત્રોડા, મુકેશ નાથાભાઈ સાવલિયા, હરેશ ગોવાભાઇ ચાંડપા અને અનિલ બચુભાઈ સોજીત્રાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૬૨,૨૦૦ કરી જરી કાર્યવાહી કરી હતી. જુગારના અન્ય દરોડામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.આર.ભરવાડની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ઉગાભાઇ બાળા અને અક્ષયભાઈ નાથાણીને મળેલી બાતમીના આધારે ધરમનગર–૧ રજપૂત છાત્રાલયની સામે આવેલા મકાનમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં કાનજી હરજીભાઈ જાદવ, હેમતં મેઘજીભાઈ વાણીયા, શૈલેષ પુંજાભાઈ મકવાણા અને પ્રવીણ જયંતીભાઈ સોલંકીનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૪,૦૯૦ કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application