છેલ્લા બે દિવસથી શ થયેલા વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. રાયના ૧૫૩ તાલુકામાં વરસાદ પડો છે અને તેમાંથી ૬૪ તાલુકા એવા છે કે યાં એક થી સાડા ચાર ઈંચ વરસાદ થયો છે.
વરસાદનું સૌથી વધુ જોર બનાસકાંઠા ખેડા અરવલ્લી ગાંધીનગર પંચમહાલ સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં રહ્યું છે. સમગ્ર રાયમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં સાડા ચાર ઈચ નોંધાયો છે. અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ પાણી પડું છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં ચાર અને કપડવંજમાં પણ ચાર ઈચ પાણી પડું છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ચાર અને મોડાસામા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લાના મહત્પધામાં પણ ચાર ઈંચ વરસાદ પડો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પોણા ચાર ઈંચ પાણી પડું છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં સાડા ત્રણ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં અને પોશીનામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ થયો છે મહીસાગર જિલ્લાના કડાણામાં પણ ત્રણ ઈંચ પાણી પડું છે.
આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૧૫૩ તાલુકામાં વરસાદ થયો છે તેમાંથી ૬૪ તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ પડો છે.
ગઈકાલે બપોરે ૨–૩૦ વાગે અરબી સમુદ્રમાં ઇસ્ટ સેનટ્રલ દિશામાં મહારાષ્ટ્ર્રના દરિયાકાંઠાને લાગુ પડે તેવા વિસ્તારમાં લો પ્રેસર સર્જાયું છે અને તેની સાથોસાથ આ વિસ્તારમાં સાયકલોનિક સકર્યુલેશન પણ જોવા મળે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર્રના દરિયાકાંઠાથી કેરલ સુધીના અરબી સમુદ્રમાં ઓફ શોર ટ્રફ પસાર થયેલ રહ્યું છે. એક સાથે આ ત્રણ સિસ્ટમ અરબી સમુદ્રમાં જોવા મળતા હવે વરસાદનું જોર વધતું જશે. વલસાડ અને દમણમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા ભચ સુરત ડાંગ તાપી નવસારી અને સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે. રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ આજે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ કાલે ભચ અને વડોદરામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અત્યારથી જ જાહેર કરી દેવાયું છે. ગુજરાતમાં આજથી તારીખ ૨૮ સુધી અને સૌરાષ્ટ્ર્રમાં તારીખ ૨૬ અને ૨૭ બે દિવસ માટે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે
અમરેલી–ભાવનગરમાં આજે ભારે વરસાદનું યેલ્લો, વલસાડમાં રેડ એલર્ટ
અત્યાર સુધી તો વરસાદનું જોર મોટાભાગે ગુજરાતમાં વધુ રહ્યું છે. પરંતુ આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર અને અમરેલી ઉપરાંત રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર માટે નોર્થ ઝોન બનશે
January 23, 2025 02:54 PMસુરત બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, મિત્રના ઘરે જઈ ઢળી પડ્યો
January 23, 2025 02:37 PMજામનગરમાં બે શેડ ખરીદવાના બહાને ૧.૪૦ કરોડની છેતરપીંડી
January 23, 2025 01:43 PMહાલારની નગરપાલિકાઓમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ
January 23, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech