મોબાઈલ મુકી 1,50,000 બાળકો દેશી રમતો રમ્યા

  • April 10, 2023 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશી રમતો (શેરી રમતો) એટલે શું ?
મોબાઈલ મુકીને 1,50,000 બાળકો આ રમતો શીખ્યા છે. જૂના યુગમાં વિદ્યાર્થીઓ મેદાનની દેશી રમતોથી દૂર થઈ ગયેલ છે. અત્યારે મોબાઈલમાં રમતો રમાય છે, 3 વર્ષના બાળકોથી શ કરી મોટી ઉંમરના લોકો મોબાઈલમાં જાત-જાતની રમતો રમતા હોય છે. આવી મોબાઈલની રમતોથી બાળકોમાં હિંસક વૃત્તિ વધે છે, અવાસ્તવિકપણામાં બાળકો જીવે છે અને માઈકાંગલાપણું વધતું જાય છે.


બાળકોને મોબાઈલની રમતોથી બહાર કાઢવા માટે મેદાનની દેશી રમતો રમાડવી જોઈએ કે જે મોટાભાગે શેરીઓમાં રમાતી. શેરી રમતોની મજા એ છે કે થોડી જગ્યામાં થોડા માણસોથી થોડા સમય અને નહીંવત સાધનોથી રમી શકાય છે જેના ફાયદામાં રમત-ગમત એટલે જ ‘રમવું’ અને ‘આનંદિત’ રહેવું, રમત રમવાનો ભાવ એ અંતરસ્ફૂરિત અને કુદરતી છે, રમત-ગમત એ જન્મજાત પ્રવૃત્તિ છે અને તેનાથી ક્રિયાશીલતા કેળવાય છે, રમત એ જીવનના સરવાળા-બાદબાકીનો તટસ્થ ઘટક છે, રમતના મેદાનમાં મૂલ્યલક્ષી અનુભવો મળે છે, રમતથી સુખ, આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસમાં વધારો થાય છે, ચારિત્ર્ય નિમર્ણિ માટે રમત જરી છે તેનાથી સંસ્કારો શુધ્ધ થાય છે, રમત એ ંધાયેલા આવેગ, ઈચ્ચાઓ અને જરિયાતોની અભિવ્યક્તિનું માધ્યમ છે, રમતો શરીરના સ્નાયુ, બાંધો, તંદુરસ્તી અને મજબૂતાઈ માટે છે, સંકટોનો સામનો કરવાની, ઉકેલ શોધવાની શક્તિ, બુધ્ધિ રમતથી આવે છે, સર્વાંગી વિકાસ માટે જરી બધાજ ગુણોનું સંવર્ધન રમતના માધ્યમથી થાય છે, સૃષ્ટિ પરની ઈશ્ર્વરલીલા એટલે રમત, રમતથી ખેલદિલીની ભાવના વધે છે, હારજીત પચાવતા શીખે છે, સમવયસ્કો સાથેનું સુસંવાદિતા સાધતા શીખે છે, એકાગ્રતામાં વધારો થાય છે, તાલગતિ કેળવાય છે, સ્નાયુ-સહનશક્તિમાં વધારો થાય છે, હૃદય રુધિરવાહિની અને શ્ર્વસન સહનશક્તિ વધે છે.


આ યુગમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલની રમતો સિવાય માત્ર ક્રિકેટ રમવાનો ગજબનો શોખ હોય છે તેથી દેશી રમતો ઓછી રમાય છે.
આવી ભૂલાતી જતી બિનખચર્ળિ દેશી રમતો લોકભોગ્ય બને તે માટે જાન્યુઆરી-2016થી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકોને ગામડે કે શહેરમાં જઈ સ્કૂલોમાં રમતો રમાડેલ, મે 2022-23માં કુલ 130 સ્કૂલોમાં જઈ 31000 બાળકોને દેશી રમતો (શેરી રમતો) વિનામૂલ્યે રમાડેલ છે.
વર્ષ 2016થી અત્યાર સુધીમાં કુલ 1,50,000 (દોઢ લાખ) બાળકોને શેરી રમતો રમાડેલ છે, બાળકોને રમતો રમાડયા પછી સ્થાનિક લોકોના સહકારથી ભરપૂર નાસ્તો (ગાજર, બીટ, ટામેટા, કાકડી, જામફળ, બોર અને દાડમ) કરાવવામાં આવે છે. આવા નાસ્તાથી બાળકોને પોષણ મળે છે અને જંકફૂડના પડીકાઓથી દૂર થાય તેવો હેતુ હોય છે.

આ રમતોમાં લંગડી, ખો-ખો, નારગોલ, દોરડા કૂદ, આંધળો પાટો, છૂટ દડો, લીંબુ ચમચી, કોથડા દોડ, સંગીત ખુરશી, રેલ ગાડી, દોરડા ખેંચ, ધમાલિયો ધોકો, કબડ્ડી, કમાન્ડો બ્રિજ, સાંઢિયો-સાંઢિયો, ફૂંક મારી ફૂગો ફોડવો, પૈડાં ફેરવવા, પૈડાંમાંથી પસાર થવું, લાંબી કૂદ, ઉંચી કૂદ, જુમખા, ત્રિપગી, દેડકા દોડ, વર્તુળનો રાજા, ગિલ્લી-દડો, ટપલી દાવ, ભમરડા (ગરિયો), મિનિ ઠેકામણી, ફેરફૂદરડી, બિલ્લી પકડ, બેક રેસ રમ્યો છે.
પ્રાથમિક શાળાના બાળકોને શેરી રમતો રમવી ખુબ જ ગમે છે, જો પ્રાથમિક શાળા લેવલેથી જ મેદાની રમતોનું આયોજન કરવામાં આવે તો બાળકો મોબાઈલથી દૂર થશે જ અને ખડતલ પણ થશે. કોઈ સંસ્થાને આવી રમતો રમાડવાની ઈચ્છા હોય વિનામૂલ્યે વી.ડી. બાલા મો.94275 63898 રમાડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application