આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ, હોમગાડ્ર્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા
દેશમાં દર વર્ષે તા.31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલા, કોર્પોરેટર કિશનભાઈ માડમ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ દોડમાં જામનગર જિલ્લા હોમગાડ્ર્સ કમાન્ડન્ટ જી.એલ.સરવૈયા, જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલિયા, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, હોમગાડ્ર્સ યુનીટ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરે ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણવમર્િ સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈ લેઉઆ પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech