ઓક્સફર્ડ યુનિવર્સીટી, ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિબેટિંગ સોસાયટીએ ગઈકાલે (14 નવેમ્બર) 'આ ગૃહ કાશ્મીર સ્વતંત્ર રાજ્યમાં માને છે' શીર્ષકથી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કાશ્મીરની રાજકીય સ્થિતિ પર ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચા દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીએ ઉભા થઈને કાશ્મીરમાં પંડિતોના નરસંહારનો મુદ્દો ઉઠાવતા ઓક્સફર્ડ યુનિયનને ઠપકો આપ્યો હતો.
આ વિદ્યાર્થીનું નામ આદર્શ મિશ્રા છે. આ ચર્ચાને લઈને તેણે ઓક્સફર્ડ યુનિયનના પ્રમુખને આઈએસઆઈની કઠપૂતળી પણ ગણાવી હતી. આ પછી હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
'JKLF આતંકવાદી સંગઠન છે'
જસ્ટિસ ફાઉન્ડેશન અને કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટનું નેતૃત્વ કરતા ડૉ. મુઝ્ઝામિલ અયુબ ઠાકુર અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ડિપ્લોમેટિક બ્યુરોના અધ્યક્ષ પ્રોફેસર ઝફર ખાને આ ચર્ચાની પેનલમાં ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન આદર્શ મિશ્રાએ કહ્યું, "JKLF એક આતંકવાદી સંગઠન છે, જેણે ઘણા કાશ્મીરી પંડિતોની હત્યા કરી છે. JKLFએ બર્મિંગહામમાં એક હિન્દુ સરકારી અધિકારીની હત્યા કરી હતી." આદર્શ મિશ્રા 1984માં ભારતીય રાજદ્વારી રવિન્દ્ર મ્હાત્રેની હત્યાની વાત કરી રહ્યા હતા. જેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી.
'મને આ ગૃહ પર વિશ્વાસ નથી'
તેમણે વધુમાં કહ્યું કે, "મને આ ગૃહમાં વિશ્વાસ નથી અને હું સ્પીકરની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરું છું. આ ગૃહના મોટાભાગના સભ્યોને સ્પીકરમાં વિશ્વાસ નથી. તે ISIની કઠપૂતળી છે. આ ગૃહમાં કોઈ વિશ્વાસ નથી. તે જ સમયે, બ્રિટિશ હિંદુઓ ઓક્સફર્ડ યુનિયનના આ પ્રસ્તાવિત કાર્યક્રમથી નારાજ છે.
બ્રિટિશ હિંદુઓએ આ કાર્યક્રમને લઈને ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિબેટિંગ સોસાયટી ઓક્સફર્ડ યુનિયનની સામે વિરોધ કર્યો. આ દરમિયાન તેઓએ 'ભારત માતા કી જય', 'વંદે માતરમ'ના નારા પણ લગાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech