સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળકોને કોમ્પ્યુટર શિક્ષિત બનાવ્યાં...
સરકારી શાળા અને શિક્ષકોની ગુણવત્તા માટે હંમેશા પ્રશ્નાર્થ કરતા લોકોની આંખ ઉઘાડનારી ઘટના તાજેતરમાં જામનગર જિલ્લામાં બનવા પામી છે.
લાલપુર તાલુકાના જોગવડની પ્રાથમિક શાળાના બાળકોનો પ્રોજેક્ટ વિજ્ઞાન મેળામાં CRC અને તાલુકા કક્ષાએ વિજેતા થયો પરંતુ જિલ્લા કક્ષાએ એમને બીજો નંબર મળ્યો. શાળાનાં શિક્ષિકા જાગૃતિબેન દેત્રોજાએ નોંધ્યું કે, પ્રથમ નંબર મેળવનાર પ્રોજેકટમાં ભાગ લેનાર બાળકોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને પ્રસ્તુતિ કરી હતી અને તેને કારણે આ બાળકો મેદાન મારી ગયાં હતાં. જાગૃતિબેને નક્કી કર્યું કે, પોતે જ પહેલાં કોમ્પ્યુટરની થોડી વધુ તાલીમ મેળવશે. ગ્રામીણ વિસ્તારના આ શિક્ષિકાએ આજુબાજુમાં નજર દોડાવી તો નજીકનાં સિક્કા ગામમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિનામૂલ્યે સંચાલિત કોમ્પ્યુટર ક્લાસીઝ હતા. એમણે રોજ અપ-ડાઉન કરીને બે મહિનામાં કોમ્પ્યુટરની જરૂરી જાણકારી મેળવી લીધી.
તાલીમ લીધા પછી એમને લાગ્યું કે, શાળાનાં બાળકોને પણ આ વિશેષ તાલીમ મળવી જૉઈએ. પ્રમાણમાં અલ્પશિક્ષીત વિસ્તારના વાલીઓને વાત કરી, જેટલા લોકો સહમત થયા એમનાં સંતાનોને જોગવડથી સિક્કા આવવા- જવાના વાહનનું સંકલન કરી આપ્યું અને આજે બે માસના અંતે એ અગિયાર બાળકો કોમ્પ્યુટરની જાણકારી ધરાવતાં થઈ ગયાં છે અને એ રીતે માન. વડાપ્રધાનશ્રીનું ડીજીટલ ઈન્ડિયાનું સ્વપ્ન છેક છેવાડાના ગામ સુધી સાર્થક થયું છે.
પોતાના વિદ્યાર્થીઓની આ પ્રગતિથી પ્રસન્ન થઈને જાગૃતિબેન દેત્રોજા આવતા વર્ષે વિજ્ઞાનમેળામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને પોતાની શાળા જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા થશે એવો વિશ્વાસ ધરાવે છે. વિદ્યાર્થીઓના ઘડતરમાં આવો ઊંડો રસ ધરાવતા શિક્ષકમિત્રોને સલામ...!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામવાડી વિસ્તારમાં કોપર વાયરની ઉઠાંતરી
March 20, 2025 10:50 AMઅંબાણીથી લઈને ઈલોન મસ્ક સુધી દરેક પાસે છે તેના ખાસ પાલતું કૂતરા
March 20, 2025 10:45 AMજામનગર પોલીસ તંત્ર દ્વારા 285 અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી
March 20, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech