દેશમાં બની કોરોનાની દવા, ઝાયડસ કેડિલાએ દવાનો દર્દી પર ઉપયોગ કરવાની માંગી મંજૂરી

  • April 06, 2021 12:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે અને તેવામાં બધાની આશા રસી પર છે. તેવામાં ફાર્મા કંપની ઝાયડસ કૈડિલાએ વધુ એક આશાની કિરણ દર્શાવી છે. કંપનીએ ડીજીસીઆઈ પાસેથી કોરોના વિરુદ્ધ પોતાની દવાને મંજૂરી આપવાની વાત કરી છે. 

 

 

ઝાયડસ કૈડિલાનો દાવો છે કે હેપેટાઈટસની આ દવાના ટ્રાયલમાં શાનદાન પરીણામ જોવા મળ્યા છે. તેના ફેઝ 3નું ટ્રાયલ પણ પૂર્ણ થયું છે. તેવામાં હવે કોરોનાના દર્દીઓ પર તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવે. 

 

 

ઝાયડસનીઆ દવાનું નામ PegiHepTM છે. દાવો કરવામાં આવ્યો છે કે 91.15 ટકા દર્દી જેના પર આ ટ્રાયલ થયું તે એક સપ્તાહની અંદર જ કોવિડ નેગેટિવ થયા છે. આ રિઝલ્ટ પણ આરટીપીસીઆર ટેસ્ટના આધાર પર છે.

 

 

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ દવાના ઉપયોગ દરમિયાન દર્દીને ઓક્સીજન આપવાની જરૂર પણ ઓછી હોય છે. જે દર્દીની સારવારમાં મદદ કરે છે. ઝાયડસે આ ટ્રાયલ અંદાજે 20થી 25 સેન્ટર્સ પર કર્યું હતું જેમાં 250 દર્દીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS