ઝોમેટોની સર્વિસ થઈ રહી છે બંધ !

  • September 04, 2021 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓનલાઈન ફૂડ ડિલિવરી માટે જાણીતા ઝોમેટોએ યુકે અને સિંગાપોરમાંથી પોતાનો વ્યવસાય બંધ કરી દીધો છે. ઝોમેટોએ આ અંગે ભારતીય શેરબજારને પણ જાણ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, યુકેમાં પેટાકંપની ઝોમેટો યુકે લિમિટેડ અને સિંગાપોરમાં ઝોમેટો મીડિયા પ્રાઇવેટ લિમિટેડ બંધ કરી દેવામાં આવી છે. ઝોમેટોનું હાલ ભારતમાં માર્કેટ સારા પ્રમાણમાં છે. પરંતુ ભવિષ્યમાં આ માર્કેટ ખોરવાઈ તો ભારતમાં પણ આ પરિસ્થિતિ ઉભી થઈ શકે.

 

અવાકમાં કોઈ ફર્ક નહિ 

 

ઝોમેટોએ કહ્યું કે, 'યુકે અને સિંગાપોરની પેટાકંપનીઓ તેના વ્યવસાય માટે નિર્ણાયક નથી. તેમના બંધ થવાના કારણે ઝોમેટોના બિઝનેસ કે આવક પર કોઈ અસર થશે નહીં. અગાઉ ઓગસ્ટમાં, ઝોમેટોએ તેની યુએસ પેટાકંપની બંધ કરી દીધી હતી.તેણે નેક્સટેબલ ઇન્કમાં પોતાનો હિસ્સો $ 100,000માં વેચ્યો હતો.

 

કંપનીને થયું નુકશાન 

 

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઝોમેટોને 360.7 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ છે. તાજેતરમાં, કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ પણ વધ્યો છે અને તે હવે 1,259.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

 

કંપનીની માર્કેટ કેપિટલની વેલ્યુ વધી 

 

ઝોમેટો જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં લિસ્ટ થયું હતું. કંપનીના શેરની કિંમત ઓલટાઈમ હાઈ છે. શુક્રવારે શેરનો ભાવ રૂ .152 પર પહોંચ્યો હતો. જોકે ટ્રેડિંગના અંતે ઝોમેટોના શેરનો ભાવ 149.65 અથવા 8.80 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જો આપણે માર્કેટ કેપિટલની વાત કરીએ તો તે 1,17,403 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021