હળવદમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું: ૫ વર્ષથી સર્જન, એમડી સહિતના ૮થી વધુ તબીબોનો અભાવ

  • September 28, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ  તાલુકામાં આરોગ્ય સુવિધાના નામે સાવ મીંડું છે. હળવદ તાલુકામાં એક જ આરોગ્ય કેન્દ્ર છે તેમાં પણ વર્ષોથી મેડિકલ ઓફિસર, સર્જન, એમડી, ઓર્થોપેડિક ડોકટર સહીતના ૮ થી વધુ  અધિકારીઓની  જગ્યા ખાલી હોવાથી લોકોને પરેશાનીનો કોઈ પર નથી.આ બાબતે વિસ્તારવાસીઓ રજુઆત કરીને થાક્યા છતાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ આ દિશામાં કાર્યવાહી ન કરતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
​​​​​​​
હળવદ  તાલુકામાં આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી લોકો મોંઘા ભાડા ખર્ચી અને તબીબી સેવા માટે સુરેન્દ્રનગર  મોરબી રાજકોટ સહિતના સ્થળોએ લાખ ચોર્યાસીનો ફેરો ફરવા મજબૂર બન્યા છે. કઠણાઈ તો એ વાતની છે કે આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલ એમ ડી સહિતના ૬ ક્લાસ વન ની જગ્યા ભરવા માટે લોકો ૨૦૦૪થી રજૂઆત કરી રહ્યા છે છતાં તંત્ર ધ્યાન ન આપતા લોકો લાચારી ભોગવી રહ્યા છે. આરોગ્ય સુવિધાના અભાવને પગલે ભૂતકાળમાં અમુક લોકોના જીવ ગયા હોવાના હજરાહજૂર પુરાવાઓ સામે હોવાથી તંત્ર દ્વારા આવા કિસ્સાઓમાંથી શીખ મેળવી સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લોકમાં માંગ ઉઠી છે.હળવદ માં અનેક નેતાઓને મંત્રી છે પરંતુ માત્ર રીબીનું કાપવા માટે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું શહેરીજનોમાં ચર્ચા રહ્યું છે હળવદ તાલુકાની આરોગ્ય સેવા ની હાલત આવી  છે તેવુ શહેરીજનો માં ચર્ચાઈ રહ્યું છે. હળવદની નેતાગીરીમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે માત્ર મોટી મોટી વાતો કરી રહ્યા હોય તેવુ હળવદ વાસીઓઓમાં ચર્ચાઈ રહ્યું છે ’માત્રા નેતાઓ ઠાલા વચનો આપી હળવદ વાસીઓને  હથેળીમાં ચાંદ બતાવ્યા છે આજ સુધી આરોગ્ય સેવા  કાંઈ ઉકારી શક્યા નથી.હળવદ માં વરસ બદલ્યું છે વેદના નહિ’ના બળાપા સાથે  શહેરીજનો રાજકીય આગેવાનો  ઉપર લોકો રિતસરનો ફિટકાર વરસાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application