પોરબંદરમાં બાઇકમાં વિદેશીદારૂની હેરાફેરી કરતો કુતિયાણાનો યુવાન ઝબ્બે

  • June 29, 2020 03:00 PM 152 views

પોરબંદરમાં બાઇકમાં વિદેશીદારૂની હેરાફેરી કરતો કુતિયાણાનો યુવાન ઝબ્બે થયો છે તે ઉપરાંત દેશીદારૂના ધંધાર્થીઓ અને જાહેરનામા ભંગના ગુન્હા પણ નોંધાયા છે તેવી જ રીતે નશાની હાલતમાં વાહનચલાવનાર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


વિદેશીદારૂનો દરોડો
કુતિયાણાના માંજાપરા વિસ્તારમાં આવેલ હનુમાન મંદિર પાસે રહેતો હાજા માલદેભાઇ ઓડેદરા નામનો યુવાન પોરબંદરના ગાયત્રી હાઇટસ પાસેના સર્વિસ રોડ ઉપરથી બાઇક લઇને નિકળ્યો ત્યારે પોલીસે તલાસી લેતા તેની પાસેથી વિદેશીદારૂની ૯ બોટલ ભરેલો રેકજીનનો થેલો મળી આવ્યો હતો આથી પોલીસે ર૦ હજારના બાઇક અને દારૂ તથા મોબાઇલ સહિત ર૮૪૭પ નો માલ કબ્જે કર્યેા હતો અને તેની પુછપરછ કરતા આ દારૂ તેને બોટાદના રમજાન સંધી નામના યુવાને પુરો પાડયાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો નોંધવામાં આવ્યો છે.


દેશીદારૂના અન્ય દરોડા
ખારવાવાડના મમાઇચકલામાં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો ધબેલો વિજય મસાણીને ચમની ઝુપડી સામે ખાંચામાંથી ૪ર૦ રૂપિયાના ર૧ લીટર દારૂ સાથે પકડી પાડયો હતો અને માલ આપનાર પંચહાટડીના કમલેશ વિજય મસાણી સામે પણ ગુન્હો નોંધી દીધો છે. પોરબંદરના ઘાંસ ગોડાઉન પાસે રહેતો રાજુ રામા ઓડેદરાના મકાનમાંથી દારૂ અને આથો ભરેલા કેન સહિત ર૦૦નો મુદ્દામાલ મળી આવ્ો હતો. રાણાવાવ સ્ટેશન પ્લોટનો બચુ ગોવિંદ સુરેલા હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના મકાનમાંથી દારૂ મળી આવ્યો હતો. મૈયારીના દેવા વિરમ પરમારને તેના મકાના ઢાળીયામાંથી ૧પ૦ લીટર આથા સાથે પકડીને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.


વાહનચાલકો સામે પગલા
સોઢાણાનો ભીખુ સુકા કારાવદરા કાનાધાર નજીકથી પીધેલી હાલતમાં બાઇક લઇને નિકળતા પોલીસે પકડી પાડયો હતો. આરજીટી કોલેજ સામે રહેતો દેવાત બોઘા મકવાણા પીધેલી હાલતમાં બાઇક લઇ નિકળ્યો ત્યારે સુતારવાડાના નાકેથી તેને પકડી લેવામાં આવ્યો છે.


જાહેરનામા ભંગના ગુન્હા
રાણાવાવ સૈયદ ફળીયામાં રહેતો તાલીમહત્પશેન આજમ કુરેશી અને મુલ્લા શેરીમાં રહેતો જફરૂલ્લાખાન અમીનખાન સીપાઇ, વાઘડીયાવાસનો અજય કેશુ અખીયાણી જાહેરનામાનો ભગં કરીને રાત્રીના સમયે નિકળ્યા હોવાથી તેઓને પકડી લેવાયા હતા. તે ઉપરાંત પોરબંદર રાજીવનગર શ્રીજીડુપ્લેકસમાં રહેતો મિતેશ નંદલાલ ભદ્રેચા ત્રિપલસવારીમાં નિકળ્યો ત્યારે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થતાં ધરપકડ થઇ છે. પોરબંદરના પેરેડાઈઝ સિનેમા નજીક કુમકુમ કોલોનીમાં રહેતો પુનિત ઉર્ફે કાનો હરીશ શિયાળ રીલાયન્સ ફવારા પાસે રાત્રે સાડા બાર વાગ્યે નીકળ્યો હતો. આદિત્યાણા દેના બેંક પાસે રહેતો સુદીપ રમેશ રાડીયા રાણાવાવ નજીક ખાખરીયા ત્રણ રસ્તે રાત્રે નીકળ્યો હતો આથી જાહેરનામા ભંગના ગુન્હા નોંધીને બન્નેની ધરપકડ કરવામાં આવી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application