યુવરાજસિંહે અજાણતા થયેલી ભૂલ બદલ ઇન્સ્ટાગ્રામ પર આપ્યું નિવેદન, 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ ઇન્સ્ટાગ્રામ પર એક કલાક દરમિયાન યુજવેન્દ્ર ચહેલ વિરુદ્ધ જાતિગત ટીપ્પણી કરી હતી તે માટે તેણે હવે માફી માંગી લીધી છે. તેઓએ જણાવ્યું છે કે અજાણતા જ તેણે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે.

 

 ભારતના વાઈસ કેપ્ટન રોહિત શર્મા સાથે લાઈવ દરમિયાન યુવરાજ સિંહે ચહેલ વિશે અપમાનજનક વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર ચડેલી નિયમિત રીતે પોસ્ટ વિશે જણાવ્યું હતું.

 

હિસાર ના એક વકીલે વર્લ્ડકપમાં ભારતની જીતના સૂત્રધાર યુવરાજ સિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ યુવરાજ સિંહે ટ્વિટર પર આવી અને માફી માગવાની જરૂર પડી હતી.


યુવરાજસિંહ ઇન્સ્ટાગ્રામ પર નિવેદન આપતા જણાવ્યું છે કે "હું એ સ્પર્શ કરવા માગું છું કે રંગ ,જાતિ પંથ કે આધાર પર કોઇપણ પ્રકારના ભેદભાવ માં હું માનનારો નથી, હું દરેક વ્યક્તિનું સન્માન કરું છું એવા લોકોની ભલાઈ માટે આગળ પણ એ જ રીતે જીવન જીવવા માગું છું."

 

વધુમાં તેણે એ પણ જણાવ્યું હતું કે તે પોતાના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા એ સમયે તેમની વાતને અલગ રીતે લેવામાં આવી હતી જે યોગ્ય નથી. એક જવાબદાર નાગરિક હોવાના કારણે હું કહીશ કે અજાણતા મારી વાતો થી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું ખરેખર દિલગીરી વ્યક્ત કરું છું. દેશ અને દેશના લોકો માટે મારો પ્રેમ હંમેશા જળવાયેલો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS