BREAKING NEWS

જામનગર: લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ મામલે હુમલો

  • May 29, 2026 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ મામલે હુમલો

ગોદાવરી ગામના ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકારી ધમકી આપી

પાણીનું સીમેન્ટનું ભૂગળું તૂટી જતા ત્રણેય શખ્સોએ માર માર્યો 

લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ બાબતે ગોદાવરી ગામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. 

જામનગર જિલ્લા ના લાલપુરમાં શહીદ ગાર્ડન પાસે આવેલ સરકારી ખરાબામાં રોડની સાઈડ પુરવાનું માટી કામ જે.સી.બી. મારફતે ચાલી રહ્યું હતું. તે દરમિયાન પાણીનું સિમેન્ટનું ભૂંગળું તૂટી જવા બાબતે આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. આ બનાવ અંગે ખાયડી ગામ વાડી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર દેવશીભાઈ જેઠાભાઈ ભાદરકા (ઉ.વ.૩૬)એ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ખાયડીના દેવશીભાઇ ભાદરકાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં હુમલો કરનાર તરીકેે ગોદાવરી ગામના કિશન ગાગીયા, નયન ગાગીયા અને નિલેષ ગાગીયાના નામ નોંધાયા છે. જેમાં આરોપી નિલેષ ગાગીયાએ લાકડાના ધોકા વડે હુમલો કરી ફરિયાદીને ડાબા હાથની ટચલી આંગળી અને પંજાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે ફરિયાદીને ઓપરેશન કરાવવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આરોપી નયન ગાગીયાએ પણ ઢીકા-પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. 

ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે લાલપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News