BREAKING NEWS

દ્વારકામાં ગૌમાંસ અંગેના કેસનો ખાર રાખી યુવાન પર હુમલો

  • April 07, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ગૌમાંસ અંગેના કેસનો ખાર રાખી યુવાન પર હુમલો

પાંચ શખ્સો દ્વારા છરીબાજી અને ઢીકાપાટુનો માર માર્યો 

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જેનુલ ઈશાભાઈ લુચાણી નામના ૨૪ વર્ષના માછીમાર યુવાનને આ જ વિસ્તારમાં રહેતા હાજી સિદ્દીક ભેસલીયા, જાવીદ જાકુબ ઈસબાણી, ઇબ્રાહીમ ઉર્ફે નાના ઉમર ભેસલીયા, સલીમ આલી ભેસલીયા અને ડાડા જુમા ભેસલીયા નામના પાંચ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તેમજ છરી વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

થોડા સમય પૂર્વે દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના એક કેસમાં ફરિયાદી જેનુલ લુચાણીએ પોલીસને માહિતી આપ્યા બાબતનો ખાર રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ ઘટના અંગે દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News